Gujarat Rain LIVE Updates: રાજ્યમાં 24 કલાકમાં ક્યાં-ક્યાં પડ્યો ભારે વરસાદ? હજુ 4 દિવસનું એલર્ટ
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
ADVERTISEMENT

लाइव-ब्लॉग समाप्त हुया।
- 09:48 AM • 17 Jul 2024આજે ક્યાં છે વરસાદનું એલર્ટ?
ગુજરાતમાં હજુ હવામાન વિભાગ દ્વારા 4 દિવસ વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. આજે બુધવારે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં એલર્ટ અપાયું છે.
- 09:46 AM • 17 Jul 2024છેલ્લા 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 158 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે માણાવદર, વિંછિયી, માંગરોળ તથા માળિયા-હાટીયામાં સરેરાશ 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 4 ઈંચ, ખંભાળિયામાં 3 ઈંચ, વડગામ તથા દાંતામાં પણ 3-3 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ADVERTISEMENT