ગુજરાત પોલીસને મોટી સફળતા, વેરાવળના દરિયાકાંઠેથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
350 Crore Drugs: ગુજરાતમાં ફરી એકવાર ડ્રગ્સ ઘુસાડવાના ડ્રગ્સ માફિયાઓનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવી દીધો છે. વેરાવળ બંદરેથી ફિશિંગ બોટમાં લાવવામાં આવેલા 350 કરોડ રૂપિયાનો હેરોઈનનો જથ્થો જપ્ત કરાયો છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ગુજરાત પોલીસે વેરાવળ બંદરેથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું.
વેરાવળ બંદરે બોટમાંથી 50 કિલો હેરોઈન મળી આવ્યું.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જાણકારી આપી.
350 Crore Drugs: ગુજરાતમાં ફરી એકવાર ડ્રગ્સ ઘુસાડવાના ડ્રગ્સ માફિયાઓનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવી દીધો છે. વેરાવળ બંદરેથી ફિશિંગ બોટમાં લાવવામાં આવેલા 350 કરોડ રૂપિયાનો હેરોઈનનો જથ્થો જપ્ત કરાયો છે. મોડી રાત્રે બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. જેમાં બોટમાંથી 50 કિલો હેરોઈન મળ્યું હતું. હાલ સમગ્ર મામલે ATS સહિત SOG, LCB, FSL અને મરીન પોલીસ દ્વારા સાથે મળીને તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે 9 જેટલા આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: વડોદરામાં મોડી રાત્રે કોમી છમકલું, પોલીસ સ્ટેશન બહાર ન્યાય માટે બેઠેલા લોકો પર ટોળાનું પથ્થરમારું
બોટમાંથી 50 કિલો હેરોઈન ઝડપાયું
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. સુરક્ષા એજન્સીઓને વેરાવળ બંદર પર હેરોઈનનો મોટો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેને લઈને દરોડા પાડતા બોટમાંથી 350 કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપાયું હતું. ખાસ છે કે બોટમાંથી 9 જેટલા ખલાસીઓ પણ મળી આવ્યા હતા, જેમની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: મહિલા MLA નું કાર અકસ્માતમાં કરુણ મોત, હાઈવે પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ
પોલીસે ડ્રગ્સ કોણે મગાવ્યું તે અંગે તપાસ શરૂ કરી
ગુજરાત પોલીસની આ મોટી સફળતા પર હર્ષ સંઘવી ટ્વીટ કરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવી રહ્યો હતો અને તેને કોને મંગાવ્યો હતો? તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT