Weather Update: સૌરાષ્ટ્રના આ શહેરમાં અંગ દઝાડતી ગરમી, હવામાન વિભાગે કરી 'આકરી' આગાહી
હાલ રાજ્યમાં પરસેવા પડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે એવામાં આગામી સમયમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે તેમજ ગરમીમાં પણ કોઈ રાહત મળશે નહીં.
ADVERTISEMENT
Gujarat Weather Update: હાલ રાજ્યમાં પરસેવા પડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે એવામાં આગામી સમયમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે તેમજ ગરમીમાં પણ કોઈ રાહત મળશે નહીં. જો ગરમીના પ્રકોપની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, ડીસા અને આણંદમાં તેણી વધારે અસર જોવા મળે તેવું કહેવામાં આવ્યું છે. હાલમાં રાજકોટ,અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને આંબી ગયો છે. અમદાવાદમાં રાજ્યનું મહત્તમ તાપમાન નોંધાયુ હતુ.
ગરમીનો પ્રકોપ
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં રાજ્યના હવામાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ આવનારા દિવસોમાં તાપમાનમાં એકથી બે ડિગ્રી વધારો થઈ શકે છે. વર્તમાનના તાપમાન અંગે માહિતી આપતા હવામાન વિભાગે કહ્યું હતું કે, ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 40થી વધુ નોંધાયો છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયો છે.
આ પણ વાંચો:- 84 લાખ કરોડનું ભોજન વેડફાયું, ભારતીયો પણ બીજા નંબરે...
રાજ્યમાં તાપમાનના આંકડા
- અમદાવાદ 41.1 ડિગ્રી
- ગાંધીનગર 41.0 ડિગ્રી
- ડીસા 40.3 ડિગ્રી
- વડોદરા 40.4 ડિગ્રી
- અમરેલી 41.6 ડિગ્રી
- ભાવનગર 38.6 ડિગ્રી
- રાજકોટ 41.3 ડિગ્રી
- સુરેન્દ્રનગર 40.1 ડિગ્રી
- મહુવા 37.2 ડિગ્રી
- ભુજ 39.9 ડિગ્રી
- કંડલા 39.2 ડિગ્રી
- કેશોદ 38.8 ડિગ્રી
Surya Grahan: 54 વર્ષ બાદ થવા જઈ રહ્યું છે પૂર્ણ સૂર્યગ્રહણ, જાણો સુતક કાળનો સમય
ADVERTISEMENT
ADVERTISEMENT