Surya Grahan: 54 વર્ષ બાદ થવા જઈ રહ્યું છે પૂર્ણ સૂર્યગ્રહણ, જાણો સુતક કાળનો સમય
Surya Grahan 2024: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દરમિયાન કેટલાક કાર્યો પર પ્રતિબંધ છે અને કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
8 એપ્રિલ 2024ના વર્ષનું પહેલું સૂર્યગ્રહણ
54 વર્ષ બાદ થવાનું છે પૂર્ણ સૂર્યગ્રહણ
સુતક કાળનો સમય શું હશે?
Surya Grahan 2024: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દરમિયાન કેટલાક કાર્યો પર પ્રતિબંધ છે અને કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. ટૂંક સમયમાં જ આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે, જે દરેક ગ્રહણથી અલગ હશે. આવું એટલા માટે કારણ કે 54 વર્ષ બાદ પૂર્ણ સૂર્યગ્રહણ થવાનું છે. વર્ષ 1970 બાદ 8 એપ્રિલ 2024ના રોજ પૂર્ણ સૂર્યગ્રહણ થવાનું છે. શું આ સૂર્યગ્રહણ ભારતમાં થશે કે નહીં? 8 એપ્રિલે સૂર્યગ્રહણ ક્યાં ક્યાં દેખાશે? સુતક કાળનો સમય શું હશે? કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે? ચાલો જાણીએ...
ક્યારે છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ?
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 8 અને 9 એપ્રિલની મધ્યરાત્રિથી લાગશે. સૂર્ય ગ્રહણની શરૂઆત 8 એપ્રિલની રાતે થઈ જશે.
સૂર્યગ્રહણ કેટલો સમય ચાલશે?
સૂર્યગ્રહણની શરૂઆત 8 એપ્રિલે રાત્રે 9:12 વાગ્યાથી થશે, તેના ખગ્રાસની શરૂઆત રાત્રે 10:10 કલાકથી થશે. મધ્યરાત્રીએ 1:25 વાગ્યે ખગ્રાસ સમાપ્ત થશે. જ્યારે સૂર્ય ગ્રહણની સમાપ્તિ 9 અપ્રિલે બપોરે 2:22 કલાકે થશે.
ADVERTISEMENT
સૂતક કાળનો સમય
સૂર્યગ્રહણ 8 એપ્રિલની રાતથી શરૂ થાય છે, પરંતુ તેના 12 કલાક પહેલા જ સુતક કાળની શરૂઆત થઈ જાય છે. આ દરમિયાન કેટલાક કાર્યો કરવાની મનાઈ છે અને નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
શું ભારતમાં વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ જોવા મળશે?
8 એપ્રિલે રાત્રે 9:12 વાગ્યાથી શરૂ થનારું સૂર્યગ્રહણ ભારતમાં નહીં જોવા મળે. જોકે, સૂર્યગ્રહણ અન્ય દેશોમાં જોવા મળશે. આ વખતે અલાસ્કા સિવાય આખા અમેરિકામાં સૂર્યગ્રહણ થવાનું છે. આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ અને નોર્થ વેસ્ટર્ન વિસ્તારો ઉપરાંત કેનેડામાં પણ સૂર્યગ્રહણ જોવા મળશે. આ ગ્રહણ સૌથી પહેલા મેક્સિકોમાં જોઈ શકાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT