लाइव

Gujarat News 6 june LIVE Updates:રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી, કોર્ટ RMC ઉપર લાલઘૂમ

ADVERTISEMENT

Gujarat Breaking News
Gujarat Breaking News
social share
google news

Gujarat News 6 june LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:50 PM • 06 Jun 2024
    Ganesh Jadeja ને ભુલનો કોઈ અફસોસ નહીં?

    ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશ જાડેજાને પોલીસ ધરપકડ કરીને લાવી ત્યારે તેને કોઈ પણ જાતોનો અફસોસ હોય કે તેના ચહેરા પર પછતાવો જોવા મળી રહ્યો ન હતો. પોલીસની ધરપકડ બાદ પણ તેના ચહેરા પર પછતાવો હોવાને બદલે મુખ પર સ્મિત જોવા મળ્યું હતું. 

    વધુ વાંચો:- VIDEO: Ganesh Jadeja ને ભુલનો કોઈ અફસોસ નહીં? જાણો હવે શું થશે?

  • 05:08 PM • 06 Jun 2024
    અંબાલાલ પટેલની નવી આગાહી

    અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. અંબાલાલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી સાત દિવસના ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવવામાં આવ્યુ છે. 

     વધુ વાંચો:- આંધી-ગાજવીજ-તોફાન....આ તારીખ મેધરાજા ગુજરાતમાં કરશે બેટિંગ, અંબાલાલની મોટી આગાહી

  • 02:41 PM • 06 Jun 2024
    રાજકોટ અગ્નિકાંડમાં નવો વળાંક

    Rajkot TRP Game Zone Fire: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા. તેમ હાલ એક નવો વાળાંક સામે આવ્યો છે. આ મામલે એક કોર્પોરેટની વરવી ભુમિકાનો ભાંડાફોડ ફૂટ્યો છે.

    વધુ વાંચો:- Rajkot News: રાજકોટ અગ્નિકાંડમાં નવો વળાંક, આરોપી યુવરાજસિંહએ વટાણા વેર્યા

  • 11:03 AM • 06 Jun 2024
    ગેનીબેનની ટકોર

    બનાસકાંઠા બેઠક પર જીત મેળવ્યા બાદ  ગેનીબેન ઠાકોર કોંગ્રેસ પાર્ટીને સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, ભાજપની સરખામણીમાં કોંગ્રેસની સિસ્ટમમાં ઘણોબધો અભાવ છે. ઉમેદવારે પોતાના અને સમાજના દમ પર લડવું પડે છે, પાર્ટી ચૂંટણી લડતી થશે તે દિવસથી જ જનઆશીર્વાદ મેળવશે. બનાસકાંઠાએ એની શરૂઆત કરી દીધી છે.

    વધુ વાંચો:- Lok Sabha Result: બનાસકાંઠામાં જીત બાદ ગેનીબેનની કોંગ્રેસના સંગઠન પર ટકોર, જુઓ આ શું બોલી ગયા...

  • ADVERTISEMENT

  • 10:27 AM • 06 Jun 2024
    જૂનાગઢ પાસે ભયંકર અકસ્માત

    જૂનાગઢ જિલ્લાના સોનારડી પાસે  કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે.  અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે. કાર પલ્ટી મારી જતા કારમાં સવાર 2 ના મોત થયા છે. અકસ્માતમાં બે યુવતી સાથે કુલ 4 ઈજાગ્રસ્ત થયા છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. 

    મૃતક નામ :
    નવાઝ સુમરા 
    વાનવી હિરેન

  • 09:53 AM • 06 Jun 2024
    રાજ્યમાં આગામી સાત દિવસ મેઘરાજા કરશે બેટિંગ

    ગુજરાતમાં એક તરફ રાજયકીય ગરમી જોવા મળી રહી છે તો બીજી તરફ રાજ્યમાં તાપમાનની ગરમીનો તાપ હળવો થઈ રહ્યો છે. એવામાં હવામાન વિભાગની નવી આગાહી કરી છે સામે આવી છે. જેમાં રાજ્યમાં 7 દિવસની  વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.

  • ADVERTISEMENT

  • 09:40 AM • 06 Jun 2024
    રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી

    રાજકોટ અગન્નિકાંડ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી શરુ છે. હાઈકોર્ટની વિશેષ ડિવિઝનલ બેંચ સમક્ષ સુનાવણી કરી રહી છે.  હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર જવાબ રજૂ કરશે. શહેરોના વર્તમાન અને તત્કાલીન અધિકારીઓ પાસે પણ ખુલાસો મંગાયો છે. રાજ્ય સરકારે કરેલા સોગંદનામામાં અત્યાર સુધી થયેલી તપાસ અને એક્શન ટેકન રિપોર્ટ પણ રજૂ કર્યો છે.
     

follow whatsapp

ADVERTISEMENT