VIDEO: Ganesh Jadeja ને ભુલનો કોઈ અફસોસ નહીં ? જાણો હવે શું થશે?

ADVERTISEMENT

Ganesh Jadeja
Ganesh Jadeja
social share
google news

Ganesh Gondal Arrest: જૂનાગઢના અનુસૂચિત જાતિના યુવક સંજય સોલંકીને ગોંડલના ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા માર મારવાની અપહરણનો મામલો સામે આવ્યો હતો. આ ઘટના બાદથી અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે ગઇકાલે રાતે (5 જૂન) ગણેશ ગોંડલની કોટડા સાંગાણી પાસેથી ધરપકડ કરાઈ હતી. જ્યારે આજે તેમને જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ કચેરીએ લાવવામાં આવ્યો ત્યારે એવી ઘટના બની કે જેને જોતાં જોઈ શકાય છે કે ગણેશ ગોંડલને તેનો કોઈ પછતાવો જ નથી. 

ન અફસોસ, ન પછતાવો... 

ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશ જાડેજાને પોલીસ ધરપકડ કરીને લાવી ત્યારે તેને કોઈ પણ જાતોનો અફસોસ હોય કે તેના ચહેરા પર પછતાવો જોવા મળી રહ્યો ન હતો. પોલીસની ધરપકડ બાદ પણ તેના ચહેરા પર પછતાવો હોવાને બદલે મુખ પર સ્મિત જોવા મળ્યું હતું. આ સમગ્ર મામલો આપણે વીડિયોમાં જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ તો હવે પોલીસ પ્રશાસન પર પણ સવાલ થઈ રહ્યો છે કે શું નિષ્પક્ષ તપાસ થશે ખરાં? કે પછી ધારાસભ્યના પુત્ર અને પિતાના પાવર પર આ મામલો પણ દબાઈ જશે? 

જસદણથી ધરપકડ કરાઈ

જૂનાગઢ પોલીસ દ્વારા મોડી રાત્રે ધારાસભ્ય ગીતાબા જાડેજા અને ભાજપ નેતા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફ ગોંડલની જસદણથી ધરપકડ કરાઈ હતી. ગણેશ ગોંડલ સામે અપહરણ, માર મારવા, એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ  નોંધાઇ હતી. પોલીસ લાંબા સમયથી તેને શોધી રહી હતી. અનુસૂચિત જાતિ દ્વારા અલ્ટિમેટમ અપાયા બાદ આખરે ગણેશ ગોંડલની ધરપકડ કરી લેવામાં આવી છે.

ADVERTISEMENT

નહીં તો ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન યોજીશું : જીગ્નેશ મેવાણી

2 દિવસ અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દલિત સમાજના આગેવાનો સાથે રાખીને રાજકોટ કલેકટર પ્રભવ જોશીને આવેદનપત્ર આપ્યું હતું. જીગ્નેશ મેવાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે, 'જો આરોપીની આગામી 24 કલાકમાં આરોપીની ધરપકડ નહીં થાય તો જુનાગઢ બંધ અને ગોંડલમાં જ દલિત અસ્મિતા સંમેલન યોજીશું.' ત્યારે હવે આંદોલનની ચીમકી બાદ પોલીસ સક્રિય થઈ હતી.

અપહરણ બાદ કપડા કાઢી માર મારવા અને વીડિયો બનાવ્યાનો આરોપ

મહત્વપૂર્ણ છે કે, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા એનએસયૂઆઇ પ્રમુખ અને અનુસૂચિત જાતિના આગેવાન સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જ્યારબાદ તેને ગોંડલના ગણેશ ગઢ ખાતે લઇ જઇ તેના કપડા કાઢી તેને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ તેને માર મારતો વીડિયો બનાવી આ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT