लाइव

Gujarat News LIVE Updates: 5 વર્ષ બાદ આજે ભગવાન જગન્નાથના ચારેય દ્વાર ખુલ્લાં, ભક્તોમાં ખુશીની લહેર

ADVERTISEMENT

Gujarat Breaking News
Gujarat Breaking News
social share
google news

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 11:39 AM • 13 Jun 2024
    NEET વિદ્યાર્થીઓની મોટી જીત!

    સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન NTAએ માત્ર 1563 વિદ્યાર્થીઓને બે વિકલ્પ આપ્યા છે, જેમના પરિણામમાં ગ્રેસ માર્કસ બાદ ગેરરીતિના આરોપો હતા. NTAએ કહ્યું કે આ ઉમેદવારો ગ્રેસ માર્કસ વિના NEET UG કાઉન્સિલિંગમાં હાજર રહી શકે છે અથવા ફરીથી NEET પરીક્ષામાં બેસી શકે છે. NTA માત્ર 1563 વિદ્યાર્થીઓ માટે જ રિ-NEET યોજશે જેઓ 6 પરીક્ષા કેન્દ્રો પર યોજાશે.

    આ પણ વાંચો:-  NEET વિદ્યાર્થીઓની મોટી જીત! ગ્રેસ માર્કસ રદ, આ તારીખે યોજાશે RE-NEET

  • 11:32 AM • 13 Jun 2024
    વિદ્યુત સહાયત ભરતી કૌભાંડ મામલે મોટી કાર્યવાહી

    PGVCL Exam Scam:  વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ  (PGVCL Exam Scam)  મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં PGVCLના 30 વિદ્યુત સહાયકોને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે સુરત પોલીસની તપાસ બાદ શંકાસ્પદ પાસ થયેલા પરીક્ષાર્થીઓનું લીસ્ટ PGVCLને આપવામાં આવ્યા બાદ પીજીવીસીએલ દ્વારા તપાસ કરતા 30 જેટલા વિદ્યુત સહાયકોને ફરજ મૌકૂફ કરવામાં આવ્યા છે.

    https://www.gujarattak.in/gujarat-news/story/pgvcl-exam-scam-major-action-in-case-of-vidyut-sahayak-recruitment-scam-3009885-2024-06-13

  • 11:01 AM • 13 Jun 2024
    NEET મામલે આજે સુપ્રીમ સુનાવણી

    NEET પરીક્ષામાં કૌભાંડના આરોપોને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી ત્રણ અરજીઓ પર આજે સુનાવણી થવાની છે. NEET પરીક્ષા આયોજક એજન્સી NTA દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં આપવામાં આવેલા ગ્રેસ માર્ક્સ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં દલીલો રજૂ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ પરીક્ષા રદ કરવા અને પુન: પરીક્ષાની સુનાવણી કરશે.

  • 10:25 AM • 13 Jun 2024
    વલસાડના વાતાવરણમાં પલટો

    વલસાડના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. ભાગડાવડા, ભાગડાખુદ, કોસંબા, ગુંદલાવ, પારનેરા સહિતના વિસ્તારોમાં ચોમાસાની જેમ વરસાદી માહોલ છવાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં અવિરત મેઘ મહેર થઇ રહી છે. વરસાદના લીધે કેટલાક વિસ્તારોમાં વીજ પ્રવાહ પણ ખોરવાયો હતો. 

    આ પણ વાંચો:- મેઘસવારીઃ 24 કલાકમાં ગુજરાતના 8 તાલુકાઓને મેઘરાજાએ ધમરોળ્યાં, આજે આ વિસ્તારમાં ત્રાટકશે વરસાદ

  • ADVERTISEMENT

  • 10:03 AM • 13 Jun 2024
    વર્લ્ડ કપમાં ભારતની સુપર 8માં એન્ટ્રી

    રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા યજમાન અમેરિકાને હરાવીને સુપર 8માં પહોંચી ગઈ છે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા પછી સુપર 8માં પહોંચનારી તે ત્રીજી ટીમ છે. ભારતીય ટીમ ગ્રુપ A માં સતત ત્રીજી જીત હાંસલ કરીને આગલા રાઉન્ડમાં પહોંચી ગઈ છે.

    આ પણ વાંચો:- સુપર 8 માં ભારતીય ટીમ ટકરાશે વર્લ્ડ કપની સૌથી મજબૂત ટીમ સામે, શું સેમિફાઇનલનો રસ્તો મુશ્કેલ?

  • 08:49 AM • 13 Jun 2024
    વેકેશન પૂર્ણ શાળાઓ શરૂ પણ....

    રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. એવામાં શૈક્ષણિક સત્ર તો શરૂ થયું છે પરંતુ 10 હજાર વિદ્યાર્થીઓ ભણી શકે નહીં. TRP ગેમઝોન અગ્નિકાંડના બાદ ફાયર NOC-BU પરમિશન મુદ્દે રાજ્યની 211 સ્કૂલો સીલ કરવામાં આવી છે.

    વધુ વાંચો:-  આજથી ભલે શાળાઓ શરૂ થાય પણ 10 હજાર વિધાર્થીઓ ભણી શકે નહીં, જાણો શું છે કારણ

  • ADVERTISEMENT

  • 08:45 AM • 13 Jun 2024
    આજથી ભગવાન જગન્નાથના ચારેય દ્વાર ખુલ્લાં

    ઓડિશામાં નવી ચૂંટાયેલી ભાજપની સરકારે બુધવારે પુરીમાં શ્રી જગન્નાથ મંદિરના તમામ ચાર દરવાજા ફરીથી ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સરકારે મંદિર સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે 500 કરોડ રૂપિયાના વિશેષ ભંડોળની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ ચાર દરવાજાના ઉદઘાટનના સાક્ષી બનવા જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. 

follow whatsapp

ADVERTISEMENT