Summer Vacation: આજથી ભલે શાળાઓ શરૂ થાય પણ 10 હજાર વિધાર્થીઓ ભણી શકે નહીં, જાણો શું છે કારણ

ADVERTISEMENT

Summer Vacation
Summer Vacation
social share
google news

Summer Vacation: રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. પરંતુ અંદાજે 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ આજના દિવસે શિક્ષણથી વંચિત રહેશે. તેનું મુખ્ય કારણ છે ગેરકાયદેસર ધંધો ચલાવી અને ચલાવવા મંજૂરી આપનારનો ભોગ માસૂમ બાળકો બની રહ્યા છે. રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને ફરી એકવાર કોઈ દુર્ઘટના થયા બાદ એનઓસી કે બીયુ પરમિશન અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. જો એનઓસી કે બીયુ પરમિશન નથી તેવી બિલ્ડિંગ અને શાળાઓને સીલ કરવામાં આવી રહી છે.

હાલ કેટલી શાળાઓ સીલ

વેકેશન પૂર્ણ થતાની સાથે આજે શાળાઓમાં ફરી ભૂલકાઓનો કલરવ સાંભળવા મળશે. શિક્ષણ વિભાગ દ્વારા 9 મેથી ઉનાળુ વેકેશનનો પ્રારંભ થયો હતો. ત્યારથી 35 દિવસની રજા બાદ આજે ફરી બધી શાળાઓ ગુંજવા લાગશે પરંતુ એવામાં જ કેટલી શાળાઓ એવી પણ છે તેને તાળા જ લાગેલા રહેશે.

Namo Lakshami Yojana 2024: દીકરીઓને મળશે 50 હજારની સહાય, જાણો આ યોજનાને લઈ તમામ માહિતી

બાળકોની સલામતીના હિતમાં રાજ્યના વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લામાં સંબંધિત મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર દ્વારા શાળાની ચકાસણી થઈ રહી છે. શાળામાં સંબંધિત કોર્પોરેશન અને કલેક્ટર દ્વારા બિલ્ડિંગ યુઝ પરમિશન (બીયુ પરમિશન) ન હોય અથવા ફાયર એનઓસી ન હોય અથવા બંને ના હોય કે ફાયર એન.ઓ.સી. રિન્યૂ ન કરાવી હોય એવા સંજોગોમાં 183 શાળા સંકુલ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે પ્રાથમિક વિભાગની ધોરણ 1થી 8ની શાળામાં બિલ્ડિંગ યુઝ પરમિશન ન હોય અથવા ફાયર એન.ઓ.સી. ન હોય અથવા બંને ન હોય કે ફાયર એન.ઓ.સી. રિન્યુ ન કરાવી હોય એવા સંજોગોમાં 28 શાળા સંકુલ સીલ કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ કમિશનર કે કલેક્ટર દ્વારા કરવામાં આવી છે જેના પરિણામે અંદાજે 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ આજે શૈક્ષણિક કાર્યમાં શિક્ષણ મેળવી શકશે નહીં.

ADVERTISEMENT

રાજ્યમાં કુલ 40012 પ્રાથમિક શાળા

રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળા    31930
રાજ્યમાં ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા    526
રાજ્યમાં નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા    7556
 

    follow whatsapp

    ADVERTISEMENT