Accident: અંબાજી પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ નદીમાં ખાબકી, 12 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

ADVERTISEMENT

અંબાજી પાસે દુર્ઘટના
Banaskantha Bus Accident
social share
google news

Banaskantha Bus Accident: બનાસકાંઠાના અંબાજી પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ નદીમાં ખાબકતા હડકંપ મચી ગયો છે. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે, તો આબુરોડ મામલતદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે. બસમાં સવાર 55થી વધુ મુસાફરોમાંથી 12 મુસાફરો ઈજાગ્રસ્ત થતા તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

ચાલકે કાબૂ ગુમાવતા નદીમાં ખાબકી બસ

મળતી માહિતી અનુસાર,  રણુજાથી દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ખાનગી બસના ચાલકે અંબાજીથી આબુરોડ માર્ગ પર સુરપગલાં નજીક વળાંકમાં સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બસ નદીમાં ખાબકી હતી. આ દરમિયાન બસમાં સવાર શ્રદ્ધાળુઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. 

પોલીસની ટીમ દોડી આવી

આ અકસ્માતની જાણ થતાં આબુરોડ પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી. તો આબુરોડ મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ બસમાં 55થી વધુ મુસાફરો સવાર હતા. જેઓને રાહદારીઓની મદદથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

ADVERTISEMENT

ઈજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલમાં

આ દુર્ઘટનામાં 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 12 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને  તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઈનપુટઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT