GT vs MI: અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર જબરદસ્ત ભીડ, ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

ADVERTISEMENT

Ahmedabad IPL Match 2024
અમદાવાદમાં જામ્યો ક્રિકેટનો માહોલ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ

point

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે મેચ

point

સ્ટેડિયમની બહાર ક્રિકેટપ્રેમીઓની ભારે ભીડ જામી

Ahmedabad IPL Match 2024: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. જેને લઈને અમદાવાદનીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)2024ની ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન વચ્ચેની મેચ જોવા માટે અમદાવાદ સહિત વિવિધ શહેરોમાંથી ક્રિકેટરસિકો ઉમટી પડ્યા છે. સ્ટેડિયમની બહાર ક્રિકેટપ્રેમીઓની ભારે ભીડ જામી છે. બને ટીમોના ફેન્સ ટીમની ટી-શર્ટ પહેરીને સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા છે. તો દર્શકોની ભારે ભીડને ધ્યાને રાખીને પોલીસે સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. 

ચાહકોમાં મેચને લઈને અનેરો ઉત્સાહ

ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચના ચાહકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હોટેલ બુકિંગથી લઈને ટ્રેન અને ફ્લાઈટ ટિકિટનું બુકિંગ અગાઉથી થઈ ગયું હતું. ત્યારે હવે ક્રિકેટ રસિકોની આતુરતાનો અંત આવ્યો છે. આજે બંને ટીમો સામ સામે ટકરાશે. અમદાવાદમાં આઈપીએલની પ્રથમ મેચ હોવાથી લોકોમાં અનેરો ઉત્સાહ છે. કેટલાક લોકો બહારથી જ પોતાની મનગમતી ટીમને ચીયરઅપ કરી રહ્યા છે. 

આ પણ વાંચોઃ IPL 2024: ક્રિકેટરસિકોને પડી જશે મોજ, અમદાવાદમાં હવે આટલા વાગ્યા સુધી દોડશે મેટ્ર્રો

IPLની મેચને લઈને જાહેરનામું પ્રસિદ્ધ

અમદાવાદ પોલીસ કમિશનરે IPLની મેચને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ અમદાવાદમાં યોજવનારી IPLના ત્રણેય દિવસે અમદાવાદમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્પા સંચાલકોએ પણ કર્મચારીઓ અને સ્ટાફની વિગત અને આઇડી કાર્ડ જે તે પોલીસ સ્ટેશનમાં આપવામાં રહેશે. રિક્ષા, ટેક્સી કે કેબમાં ફરજિયાત વાહનચાલકનું નામ સહિતની તમામ વિગત દેખાય તે રીતે બોર્ડ પર લગાવવાની રહેશે.

ADVERTISEMENT

મેટ્રોના ટાઈમમાં ફેરફાર કરાયો

અમદાવાદમાં રમાનારી મેચને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. IPLની મેચ માટે પ્રેક્ષકોને સ્ટેડિયમ પહોંચાડવા અને પાછા લાવવા સવારના 6.20 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન સેવા ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ IPL 2024: અમદાવાદમાં નહીં, અહીં રમાશે ફાઈનલ મેચ! સામે આવ્યું મોટું અપડેટ

ત્રણ દિવસ 12 વાગ્યા સુધી દોડશે મેટ્રો

આગામી 24 માર્ચ, 31 માર્ચ અને 4 એપ્રિલના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ આઈપીએલની મેચ રમાશે. ઈન્ડિયન પ્રિમિટર લીગ 2024ની મેચને ધ્યાનમાં રાખીને ત્રણ દિવસ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને મેટ્રોનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે. 

ADVERTISEMENT


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT