IPL 2024: ક્રિકેટરસિકોને પડી જશે મોજ, અમદાવાદમાં હવે આટલા વાગ્યા સુધી દોડશે મેટ્ર્રો

ADVERTISEMENT

Ahmedabad Metro News
અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો સમય બદલાયો
social share
google news


Ahmedabad Metro News: IPL 2024નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે.  આજે સાંજે 8.00 કલાકે RCB અને CSK વચ્ચે મેચ રમાવા જઈ રહી છે.  જેથી ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી 24 માર્ચ, 31 માર્ચ અને 4 એપ્રિલના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ આઈપીએલની મેચ રમાશે. ત્યારે અમદાવાદમાં રમાનારી મેચને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

અમદાવાદમાં મેટ્રોનો ટાઈમ લંબાવાયો

વાત જાણે એમ છે કે, ઈન્ડિયન પ્રિમિટર લીગ 2024ની મેચને ધ્યાનમાં રાખીને ત્રણ દિવસ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને  મેટ્રોનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે. IPLની મેચ માટે પ્રેક્ષકોને સ્ટેડિયમ પહોંચાડવા અને પાછા લાવવા સવારના 6.20 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન સેવા ચાલુ રહેશે. 

સ્પેશિયલ ટિકિટ બહાર પડાઈ

આ ઉપરાંત ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા  ફિક્સ રૂ.50ના  ભાડાની સ્પેશિયલ પેપર ટિકિટ પણ બહાર પાડી છે. આ ટિકિટનો ઉપયોગ ફક્ત મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશનથી બીજા કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે. મુસાફરો આ બંને સ્ટેશનોથી અગાઉથી જ ટિકિટ ખરીદી શકશે. સ્પેશિયલ પેપર ટિકિટ ઉપરાંત કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ, કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ સાથેની એન્ટ્રી પણ હંમેશની જેમ રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT