રાજ્યમાં કોચિંગ ક્લાસીસ ઉપર GST વિભાગની તવાઈ, 31 જગ્યાએ પાડયા દરોડા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યભરમાં GST વિભાગે કોચિંગ ક્લાસિસ ઉપર પાડ્યા છે. રાજ્યમાં ધમધમતા કોચિંગ ક્લાસ પર GST વિભાગે ટાબાઈ બોલાવી છે. જેમાં રાજકોટ ,અમદાવાદ, બરોડા અને સુરતમાં 31 જગ્યાએ જી.એસ.ટી વિભાગ ત્રાટકયુ છે. રાજકોટ, અમદાવાદ અને વડોદરાથી 18થી 20 કરોડના બેનામી વ્યવહારો GST વિભાગે ઝડપી પાડયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

રાજ્યમાં હવે જઅને શિક્ષણનો વેપાર બની ગયો હોય તેવી સ્થિતિ છે. આ દરમિયાન કોચીગ ક્લાસીસ પર GST વિભાગે કરીવાહી શરૂ કરી છે. ત્યારે રાજ્યના કુલ 15 કોચિંગ ક્લાસીસના 31 સ્થાનો પર GST વિભાગ ત્રાટક્યું છે. જેમાંથી બેનામી હિસાબો પણ સામે આવ્યાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ત્યારે GST વિભગની કાર્યવાહીથી રાજયભરના કોચિંગ ક્લાસીસ સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

સુરતમાં 24 જગ્યાએ પડ્યા દરોડા 
રાજ્યમાં GST વિભાગે રાજ્યમાં કોચિંગ ક્લાસીસ પર કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો હતો. સંચાલકોએ GST કમ્પ્લાયન્સ યોગ્ય રીતે ન કરતા હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના 15 ક્લાસિસના કુલ 31 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.GST વિભાગે અમદાવાદમાં 4, સુરતમાં 24, વડોદરામાં 1 અને રાજકોટમાં 2 મળી કુલ 31 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે.

ADVERTISEMENT

18 થી 20 કરોડના બેનામી વ્યવહારો આવ્યા સામે 
રાજ્યમાં અમદાવાદ, રાજકોટ વડોદરા અને સુરતમાં ક્લાસિસનો હિસાબી સાહિત્ય, બેન્ક સ્ટેટમેન્ટ, લોકર, બેંક ખાતાની વિગતો, લોકર સહિતનાની સઘન ચકાસણી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાંથી કુલ 18થી 20 કરોડના બેનામી વ્યવહારો GST વિભાગે ઝડપી પાડયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT