હવે GPSCની પરીક્ષા ટલ્લે ચઢી, તંત્રએ મોકૂફ કરી આ પરીક્ષાઓ, જાણો કેમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતમાં અગાઉ પેપર ફૂટી જવાને કારણે જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકુફ કરવામાં આવી હતી. હાલમાં જ તંત્ર દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાને 9 એપ્રિલે યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેની જાહેરાત પછી હવે તંત્રને ભાન થયું કે તે જ તારીખે જીપીએસસીની પરીક્ષાઓ પણ છે. હવે સ્થિતિ એવી થઈ છે કે તંત્રએ જીપીએસસીની પરીક્ષા મોકુફ કરી દેવામાં આવી છે. મતલબ કે એક સરકારી પરીક્ષાને માટે બીજી પરીક્ષાને ટલ્લે ચઢાવવા જેવું થયું છે.

ગુજરાત વિધાનસભામાં પહેલીવાર થઈ હોળી- જુઓ Video કયા નેતાએ શું કહ્યું?

વિદ્યાર્થીઓની સમસ્યાઓ ઘણી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 9 એપ્રિલે જુનિયર ક્લાર્ક વહીવટ/હિસાબની પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા એ જ છે જેનું અગાઉ પેપર ફૂટી જતા છેલ્લી ઘડીએ તંત્રએ જાહેરાત કરી હતી કે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી ગયા અને ખબર પડી કે પેપર ફૂટી ગયું છે તો નિસાસા નાખીને પાછા વળ્યા હતા. ઠંડી, ભૂખ, પૈસાની તકલીફો વેઠી સરકારી નોકરી માટે દોડધામ કરતા વિદ્યાર્થીઓની હાલત જોઈને ઘણાને કંપારી છૂટી ગઈ હતી. વિદ્યાર્થીઓની ઘણી સમસ્યાઓ આખરે આક્રોશ બની ગઈ હતી. જે પછી લોકો, વિપક્ષો અને વિદ્યાર્થીઓએ સરકારને શબ્દો અને આંસુઓથી ધૂળ ધાણી કરી નાખી હતી. સરકારી તંત્રએ આ પછી પેપર ફોડવાના મામલામાં નવો કાયદો વિધાનસભામાં પસાર કરી દીધો હતો. હવે આ પરીક્ષાને 9 એપ્રિલે યોજવાની છે.

ADVERTISEMENT

વડોદરાઃ વૈદિક હોળી પ્રગટાવી બાળકો રંગે રંગાયા, બાળકોને હોળીનું મહત્વ સમજાવ્યું

જુનિયર ક્લાર્ક માટે GPSC ટલ્લે ચઢાવાઈ
સરકારી તંત્રના બાબુઓની પણ વાત અલગ જ છે, એક પરીક્ષા માટે બીજી પરીક્ષા ટલ્લે ચઢાવી દીધી. હવે સ્થિતિ એવી છે કે લાંબા સમયથી જીપીએસસીની તૈયારીઓ વિદ્યાર્થીઓ કરતા હતા. સરકારી તંત્રને પહેલાથી જ એ બાબતની ચકાસણી કરી લેવા જેવી હતી કે જુનિયર ક્લાર્કની પરીક્ષાની જાહેરાત જે દિવસ માટે કરી રહ્યા છે તે દિવસે કોઈ બીજી પરીક્ષા સાથે ક્રોસ કનેક્શન તો થઈ જતું નથી ને? કારણ કે ઘણા બેરોજગારો છે કે જેઓ બંને પરીક્ષા માટે લાયકાત ધરાવતા હોય તો તેઓ એક કરતા વધારે પરીક્ષાઓમાં ફોર્મ ભરતા હોય છે. જેથી જો પરીક્ષાઓના ક્રોસ કનેક્શન લાગી જાય તો આવા વિદ્યાર્થીઓને એક પરીક્ષામાં ગેરહાજર રહેવાની ફરજ પડે છે. થયું એવું છે કે 9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષાની જાહેરાત કરી દેવાઈ છે. આયોગ દ્વારા 2, 9, અને 16 એપ્રિલે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ 1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની પરીક્ષાને મોકુફ કરી દેવામાં આવી છે. હવે તંત્ર આગામી સમયમાં આયોગની વેબસાઈટ પર પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરશે. તેના માટે પણ ઉમેદવારોએ સતત વેબસાઈટ ચેક કરતું રહેવું પડશે.

    follow whatsapp

    ADVERTISEMENT