waether update: બે દિવસ બાદ ગરમી માટે તૈયાર રહેજો, જુઓ હવામાન વિભાગની આકરી આગાહી
Gujarat waether update: હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. શિયાળો લગભગ પૂર્ણ થઈ ગયો છે ત્યારે આગામી દિવસોમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. જોકે ગરમીનો પારો ઉચકાય તે પહેલા નલિયા સહિત અમદાવાદ અને ગાંધીનગર રાજ્યના સૌથી ઠંડા શહેર રહ્યા છે. આમ છતાં રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થતો જોવા મળે છે. બપોરના સમયે આકરો તડકો અનુભવાવાની શરુઆત થઈ ગઈ છે.
ADVERTISEMENT

માર્ચ મહિનાના અંત સુધીમાં ગરમી ભૂકા બોલાવશે
આગામી 7 દિવસ સુધી ગુજરાતનું હવામાન સૂકું રહેશે. આ સાથે જ રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે, જેથી તાપમાન 36-37 ડિગ્રીની નજીક જવાની શક્યતાઓ છે. આમ માર્ચના અંત સુધીમાં તાપમાનમાં વધારો થશે તો અમદાવાદ સહિત કેટલાક શહેરોનું તાપમાન 40ની આસપાસ જોવા મળી શકે છે.
રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ
આ વખતે માર્ચની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. આ વર્ષે માર્ચ માહિનામાં જ ગરમીનો પારો 38 ડિગ્રી સુધી જવાની હવામાન વિભાગની આગાહી છે, જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે. જેના કારણે હવામાન નિષ્ણાતો દ્વારા એવી આગાહી પણ છે કે આ વખતે ઉનાળો ખૂબ જ કપરો હશે એટલે કે કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT