નડિયાદથી દમણ ફરવા ગયેલા પિતા-પુત્રને બાથરૂમમાં કરંટ લાગતા મોત, બચાવવા જતા પત્નીને પણ કરંટ લાગ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Daman News: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ફરવા માટે આવેલા પરિવાર સાથે કરુણ ઘટના બની છે. બાથરૂમમાં સ્નાન કરી રહેલા પિતા-પુત્રને કરંટ લાગતા તેમનું મોત નિપજ્યું છે. જ્યારે બંનેને બચાવવા જતા પત્નીને પણ કરંટ લાગ્યો છે. ઘટના બન્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને હોટલ સંચાલક વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

બાથરૂમમાં નાહતા સમયે લાગ્યો કરંટ

વિગતો મુજબ, નાની દમણ સ્થિત નટરાજ ગેસ્ટ હાઉસમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ગુજરાતના નડિયાદથી દમણ આવેલા પરિવાર સાથેની આ હૃદયદ્રાવક ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. ગત રવિવારે સાંજે 4 વાગ્યાના સુમારે નડિયાદના શ્રીકાંત મુકેશ વાઘેલા, તેની પત્ની કિંજલ વાઘેલા, પુત્ર સીંનોન અને ચાર માસની પુત્રી નાની દમણ જેઓ સમગ્ર પરિવાર સાથે મુલાકાતે આવ્યા હતા. તેઓ હોટલના નટરાજ ગેસ્ટ હાઉસના રૂમમાં રોકાયા હતા. હોટલના 301 નંબરના રૂમમાં રહેતા આ પરિવારના 38 વર્ષીય શ્રીકાંત વાઘેલા અને માત્ર 6 વર્ષનો તેમનો પુત્ર સીનોંન રૂમના બાથરૂમમાં સ્નાન કરી રહ્યા હતા.

પત્ની અને પુત્રી બચી ગયા

ત્યારે અચાનક વીજશોક લાગતા પિતા-પુત્રના કરૂણ મોત નિપજ્યા હતા. આ દરમિયાન તેને બચાવવા ગયેલી શ્રીકાંતની પત્ની કિંજલને પણ ઈલેક્ટ્રીક શોક લાગ્યો હતો અને તેની 6 મહિનાની દીકરી બેડ પર રમતી હતી, જેના કારણે માતા-પુત્રીનો સફળ બચાવ કોઈ ચમત્કારથી ઓછો નથી માનવામાં આવતો. આ સમગ્ર ઘટનાની નોંધ લેતા વીજ વિભાગે હોટલનું કનેક્શન કાપી નાખ્યું છે, જ્યારે સમગ્ર ઘટનાની માહિતી મળતા દમણ પોલીસે હોટલને સીલ કરી દીધું છે.

ADVERTISEMENT

(ઈનપુટ: કૌશિક જોશી, વલસાડ)

    follow whatsapp

    ADVERTISEMENT