પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996ના ડ્રગ્સ કેસમાં કોર્ટે 20 વર્ષની સજા સાથે 2 લાખનો દંડ ફટકાર્યો
Ex IPS Sanjiv Bhatt: ગુજરાતના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 27 માર્ચે પાલનપુર કોર્ટે 28 વર્ષ જૂના ડ્રગ કેસમાં અલગ-અલગ 11 કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતા. પાલનપુર એડિશનલ એન્ડ સેશન કોર્ટ દ્વારા આ કેસમાં સજા અને દંડ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
Ex IPS Sanjiv Bhatt: ગુજરાતના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 27 માર્ચે પાલનપુર કોર્ટે 28 વર્ષ જૂના ડ્રગ કેસમાં અલગ-અલગ 11 કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતા. પાલનપુર એડિશનલ એન્ડ સેશન કોર્ટ દ્વારા આ કેસમાં સજા અને દંડ કરવામાં આવ્યો હતો. કોર્ટે સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અને દંડ ન ભરવા પર 1 વર્ષની સાદી કેદની સજા કરવાની જોગવાઈ કરી છે.
NDPS એક્ટ હેઠળ પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ વિરુદ્ધ વર્ષ 1996માં કેસ નોંધવામાં આવ્યો હતો. બુધવારે સંજીવ ભટ્ટને આ જ કેસમાં પાલનપુર સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં સુનાવણી દરમિયાન કોર્ટે તેને દોષિત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો: લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ગટગટાવી ઝેરી દવા, હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન
સંજીવ ભટ્ટ પર શું આરોપ હતા?
તમને જણાવી દઈએ કે 1996ના આ કેસમાં બનાસકાંઠાના તે સમયે SP રહેલા સંજીવ ભટ્ટ પર પાલનપુરની એક હોટલમાં 1.5 કિલો અફીણ રાખીને એક વકીલને નાર્કોટિક્સ કેસમાં ફસાવવાનો આરોપ હતો. સંજીવ ભટ્ટ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ અને ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક આર.બી. શ્રીકુમાર સાથે 2002ના ગુજરાત રમખાણોના કેસોના સંબંધમાં કથિત રીતે બનાવટી પુરાવા ઊભા કરવા મામલે પણ આરોપી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: મોડાસામાં કમલમ બહાર ભિખાજીના સમર્થકોનો વિરોધ, શોભનાબેન બારૈયા પાછલા દરવાજેથી ભાગ્યા
2011માં સેવામાંથી સસ્પેન્ડ કરાયા
સંજીવ ભટ્ટ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે 2002ના ગુજરાત રમખાણોમાં તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાનો આરોપ લગાવતી એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આરોપોને ફગાવી દીધા હતા. આ પછી 2011માં સંજીવ ભટ્ટને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2015 માં, તેમને 'અનધિકૃત ગેરહાજરી' માટે ગૃહ મંત્રાલય દ્વારા બરતરફ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT