મોડાસામાં કમલમ બહાર ભિખાજીના સમર્થકોનો વિરોધ, શોભનાબેન બારૈયા પાછલા દરવાજેથી ભાગ્યા

ADVERTISEMENT

Sabarkantha
Sabarkantha
social share
google news

Sabarkantha News: સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શોભનાબેને બારૈયાના નામની જાહેરાત બાદ ભિખાજી ઠાકોરના સમર્થકોનો ગુસ્સો હજુ શાંત નથી થઈ રહ્યો. 3 દિવસથી ભિખાજી ઠાકોરના સમર્થકો તેમને જ સાબરકાંઠા બેઠકથી ઉમેદવાર બનાવવાની માંગ કરી રહ્યા છે. આ વચ્ચે આજે અરવલ્લી કમલમ કાર્યાલયના ગેટ પર મોટી સંખ્યામાં કાર્યકરોનો વિરોધ જોવા મળ્યો હતો.

કમલમમાં કાર્યકરોનો ઉગ્ર વિરોધ

સાબરકાંઠા બેઠકથી ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા મોડાસામાં કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જોકે આ દરમિયાન ભિખાજી ઠાકોરના સમર્થકો અને ભાજપના કાર્યકરોએ કમલમના ગેટ પર પહોંચી ગયા હતા. જોકે તેમને અંદર પ્રવેશ આપવામાં નહોતો આવ્યો. આ બાદ કાર્યકરોએ ગેટ પર જ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. જેને લઈને શોભનાબેન બારૈયા સમર્થકોથી ડરીને કમલમના પાછલા દરવાજેથી ભાગી ગયા હતા. પોલીસ દ્વારા નારાજ કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. 

નારાજ કાર્યકરોએ ગેટ પર ખેસ ફેંકી દીધા

ભાજપના નારાજ સમર્થકોએ કમલમના ગેટ આગળ પાર્ટીની ટોપી અને ખેસ ફેંકી દીધા હતા. અંદાજે 100 જેટલા કાર્યકરોએ કમલમ ખાતે પહોંચીને ભિખાજી માટે ટિકિટની માંગણી કરી હતી. હવે જોવાનું રહેશે કે ભાજપ સાબરકાંઠા લોકસભા બેઠક પર કાર્યકરોની નારાજગી દૂર કરવા માટે પાર્ટી શું પગલાં લે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

(ઈનપુટ: હિતેશ સુતરીયા, અરવલ્લી)

    follow whatsapp

    ADVERTISEMENT