Dwarka Breaking News: અંબાજીના મોહનથાળ બાદ, જગત મંદિર પર ધજા ચઢાવવાના મામલે વિવાદ
રજનીકાંત જોશી.દ્વારકાઃ ગુજરાતમાં ઐતિહાસિક મંદિરોમાં ચાલી આવતી પરંપરાઓમાં ફેરફારો કરવાના મામલાઓને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદોનો વંટોળ ઊભો થતા રહ્યા છે પરંતુ તંત્રને તેનો જાણે…
ADVERTISEMENT
રજનીકાંત જોશી.દ્વારકાઃ ગુજરાતમાં ઐતિહાસિક મંદિરોમાં ચાલી આવતી પરંપરાઓમાં ફેરફારો કરવાના મામલાઓને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદોનો વંટોળ ઊભો થતા રહ્યા છે પરંતુ તંત્રને તેનો જાણે કોઈ ફેર પડતો ના હોય તેવું જોવા મળતું રહ્યું છે. હાલમાં જ મોહનથાળના પ્રસાદ મામલે અંબાજીમાં થયેલા વિવાદ બાદ હવે દ્વારકાના જગત મંદિર પર ધજા ચઢાવવાનો વિવાદ ઊભો થયો છે. જગત મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરતા ત્રિવેદી અબોટી બ્રાહ્મણ પરિવારો દ્વારા જિલ્લા વહીવટી તંત્રને નોટિસ આપીને ત્રણ દિવસની મુદતમાં ફેર નિર્ણયની માગણી કરી.
કયા નિર્ણયથી ઊભો થયો વિવાદ
દ્વારકામાં પરંપરાઓ મુજબ અબોટી બ્રાહ્મણ પરિવારોના હાથે જ વર્ષોથી જગત મંદિરે ધ્વજારોહણ કરવામાં આવે છે. જેની દક્ષિણા પર તેમનું કુટુંબ નભતું આવ્યું છે. પહેલા એક ધજા ચઢતી હતી પીછી બે, ત્રણ, ચાર અને પાંચ ધજા ચઢતી થઈ અને હવે છઠ્ઠી ધજા ચઢાવાનો નિર્ણય થયો છે. જોકે આ ધ્વજારોહણમાં જોખમ પણ ઘણું છે. ધ્વજા ચઢાવનાર વ્યક્તિની સેફ્ટીની ગેરંટી બિલકુલ નહીં. એક ઘટનામાં એક યુવાને ધ્વજા ચઢાવતી વખતે જીવ ગુમાવ્યો હતો તો એક વ્યક્તિને મેડિકલ સમસ્યાને કારણે આજે પણ ઘરમાં જ રહેવું પડે છે. જેને કારણે અબોટી બ્રાહ્મણ પરિવારોએ તંત્ર પાસે બે માગણી કરી હતી. તેમની માગણી હતી કે તેમને સેફ્ટી આપવામાં આવે, બીજું કે ધ્વજારોહણની દક્ષિણામાં વધારો કરવામાં આવે.
Weather Updates: અત્યંત ભારે વરસાદ ધમરોળશે દક્ષિણ ગુજરાતને?
અબોટી બ્રાહ્મણ પરિવારોએ વ્યક્ત કરી નારાજગી
થોડા સમય પહેલાં જિલ્લા વહીવટી તંત્ર, ગૂગળી 505 બ્રાહ્મણો અને જગત મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરતા ત્રિવેદી અબોટી બ્રાહ્મણના આગેવાનો સાથે 6 ઠ્ઠી ધ્વજા આરોહણ અંગે મિટિંગમાં ત્રિવેદી અબોટી બ્રાહ્મણોનો આખરી અભિપ્રાય તેમજ તેમની સન્માન જનક દક્ષિણા અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યા વગર 6 ઠ્ઠી ધ્વજાની જાહેરાત કરી દીધી હતી. આ કારણે દ્વારકાના અબોટી ત્રિવેદી બ્રાહ્મણ પરિવારો નારાજ થયા છે. આજે જિલ્લા વહીવટી તંત્રને તેમણે લેખિતમાં રજૂઆત કરી દિવસ ત્રણમાં યોગ્ય નિર્ણય લેવા અલ્ટીમેટમ આપ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT