દ્વારકામાં દબાણ હટાવી લાખો ફૂટ જમીન કબજે મેળવ્યા બાદ, કાટમાળ હટાવવાની કામગીરી પુરજોશમાંઃ Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

દેવભૂમિ દ્વારકાઃ દ્વારકામાં ચાલી રહેલા દબાણ હટાવવાની કામગીરી એક તરફ રાજકીય રંગે રંગાઈ રહી છે તો બીજી તરફ તંત્ર પણ ગેરકાયદે દબાણો હટાવવામાં સતત જોતરાયેલા જોવા મળી રહી છે. અહીં સુધી કે દ્વારકાની દબાણ હટાવ ઝુંબેશની નોંધ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી અને આ કામગીરી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનની પીઠ પણ થાબડી હતી. જોકે હવે લાંબા સમયથી ચાલી રહેલા દબાણ હટાવો ઝુંબેશને પગલે લાખો ફૂટ જમીન તંત્રએ કબ્જે કરી લીધી છે પણ અહીં પડેલા કાટમાળને હટાવવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.

Arvalli: ધોરણ 10 ની પરીક્ષા આપી પરત ફરી રહેલા વિધ્યાર્થીઓને નડ્યો અકસ્માત, ત્રણ પરીક્ષાર્થીઓ ઇજાગ્રસ્ત

મુખ્યમંત્રીએ કરી હતી વિસ્તારની કાયાપલટની વાત
દેવભૂમિ દ્વારકા ખાતે ગેરકાયદે દબાણોને હટાવવા માટે તંત્રએ કમર કસી લીધી છે. લાંબા સમયથી ચાલી રહેલા આ કામને પગલે અહીં થયેલા કાટમાળને હટાવવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. આ તરફ હમણાં જ દ્વારકાની મુલાકાત માટે આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ પોતાની વાત વાતમાં એવું કહ્યું હતું કે દ્વારકાના જગતમંદિર આસપાસની કાયા પલટ કરી દેવાશે. સુવિધાઓ અને વિકાસથી ધમધમતા દ્વારકાના પ્લાન અંગે પણ તેમણે વાત કરી હતી.

BREAKING: ભક્તોની આસ્થાની જીત, અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થશે, સરકારની જાહેરાત

(ઈનપુટઃ રજનીકાંત જોશી, દ્વારકા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT