રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના બાઉન્સરની મારામારી, સ્થાનિક બાઉન્સરને મુક્કા મારી દેતા બબાલ
રાજકોટ: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો આજથી રાજકોટમાં 2 દિવસનો દિવ્ય દરબાર અને કથા શરૂ થઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે સાંજે ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથ દાદાના…
ADVERTISEMENT
રાજકોટ: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો આજથી રાજકોટમાં 2 દિવસનો દિવ્ય દરબાર અને કથા શરૂ થઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે સાંજે ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ રાજકોટ ખાતે પહોંચ્યા હતા. પ્રાઈવેટ જેટમાં તેઓ રાજકોટ પહોંચ્યા હતા અને અહીંથી તેઓ કિશોર ખંભાયતાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં પહેલાથી રાખેલા આયોજકોના બાઉન્સર અને ધીરેન્દ્ર શાસ્ત્રીના બાઉન્સર વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી.
ધીરેન્દ્ર શાસ્ત્રીના બાઉન્સરે સ્થાનિક બાઉન્સરને માર્યો
બાબા બાગેશ્વરના બાઉન્સરે આયોજકના સ્થાનિક બાઉન્સરને એક બાદ એક બે મુક્કા મારી દીધા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. બીજી તરફ કિંગ્સ હાઈટ્સ ફ્લેટના કોમ્પલેક્ષમાં પ્રવેશ કરતા સમય પણ ધક્કામુક્કી સર્જાઈ હતી. પરિણામે વાતાવરણ તંગ બન્યું હતું. જોકે આ સમયે ત્યાં હાજર લોકોએ સ્થિતિ સંભાળી લીધી હતી અને બાબાની કારનો પ્રવેશ કરાવ્યો હતો. બાઉન્સરોનો પણ ખડકલો કરી દેવામાં આવ્યો હતો.
આજે રાજકોટમાં બાબાનો દિવ્ય દરબાર
ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં કિશાર ખંભાયતાના કિંગ્સ હાઈટ્સ નામના કોમ્પલેક્ષમાં રોકાયા છે. અહીંયા જ તેમના રહેવા અને જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આજે સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે અને આવતીકાલે તેમની કથા યોજાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT