દેવાયત ખવડની શાન ઠેકાણે આવી, સ્ટેજ પરથી કેમ માંગી પાટીદાર સમાજની માફી?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Devayat Khavad Big Statement: સરદાર વલ્લભભાઈ પટેલને લઈને વિવાદિત નિવેદન બદલ માફી માંગ્યા બાદ હવે લોકસાહિત્યકાર દેવાયત ખવડે ડાયરા કરવાને લઈને મોટું એલાન કર્યું છે. દેવાયત ખવડે અમરેલીના ચમારડી ગામે યોજાયેલ એક કાર્યક્રમમાં ફરીથી માંફી માંગી અને સરદાર પટેલની જન્મ જયંતીએ મફતમાં ડાયરા કરવાનું એલાન કર્યું છે. દેવાયત ખવડે જણાવ્યું કે, ‘મેં ભૂલ જાહેરમાં કરી છે એટલે માફી પણ જાહેરમાં માંગી. પ્રાયશ્ચિત કરવા માટે હવે દેશ અને દુનિયામાં સરદાર જયંતી પર ડાયરો થાય અને મને આમંત્રણ હોય તો એક પણ રૂપિયો નહીં લઉં.’

‘મેં જાહેરમાં ભૂલ કરી તો માંફી પણ જાહેરમાં જ માંગીશ’

અમરેલીના ચમારડી ગામે સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ હાજર રહ્યા હતા.આ દરમિયાન દેવાયત ખવડે સ્ટેજ પરથી કહ્યું હતું કે, જેમણે દેશ માટે બલિદાન આપ્યું અને હું દરેક સમાજ માટે હિન્દુત્વની વાત કરતો હોય તો મારી ભૂલનું પ્રાયશ્ચિત મારે જ કરવું પડે. મારા મિત્રોએ પાટીદાર નવરાત્રીમાં મને આમંત્રણ આપ્યું હતું અને મને ખાલી એક વીડિયો બનાવવા કહ્યું હતું, પરંતુ મેં એવું કહ્યું કે ખાલી વીડિયો નહીં, ભૂલ જાહેરમાં કરી છે તો ખવડ એની માફી પણ જાહેરમાં જ માંગે. આ હું દિલથી કહું છું, કોઈ આવેશમાં આવીને નથી બોલતો.

સરદાર પટેલની જન્મજયંતી પર પ્રોગ્રામનો એક રૂપિયો પણ નહીં લઉંઃ ખવડ

ખવડે કહ્યું કે, હું આજે એક પ્રતિજ્ઞા લઈને જાઉ છું કે ભારત વર્ષમાં ગુજરાતના કોઈપણ ખૂણામાં, ભારતવર્ષના કોઈપણ ખૂણામાં કે આઉટ ઓફ કન્ટ્રીમાં જ્યાં-જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી ઉજવાતી હશે અને મને આમંત્રણ આપવામાં આવ્યું હશે, તો ત્યાં હું એકપણ રૂપિયો પ્રોગ્રામનો લઉંને તો મને ત્યાંની માટી ખપે. સરદાર પટેલને વંદન કરવા માટે હું આવીશ. આયોજકોના આમંત્રણ પર હું ડાયરો કરવા જરૂર આવીશ અને સરદાર વલ્લભભાઈ પટેલની વાતો હક અને વટથી કરીશ.

ADVERTISEMENT

પાટીદાર મહોત્સવ દરમિયાન પણ માંગી હતી માફી

આપને જણાવી દઈએ કે, આજથી સાત-આઠ વર્ષ પહેલાં સ્ટેજ પરથી દેવાયત ખવડે સરદાર વલ્લભભાઈ પટેલને લઈને એક વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું, જે બાદ પાટીદાર સમાજમાં રોષ ફેલાયો હતો. જે બાદ દેવાયત ખવડે માફી માંગી હતી. તો તાજેતરમાં જ નવરાત્રી દરમિયાન દેવાયત ખવડે પાટીદાર સમાજની માફી માંગી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT