VIDEO: ડીસામાં આવાસ યોજનાના કાર્યક્રમમાં ટી-શર્ટ અને ફૂડ પેકેટ લેવા લોકોએ લૂંટ મચાવી

ADVERTISEMENT

સરકારી કાર્યક્રમમાં લૂંટની તસવીર
સરકારી કાર્યક્રમમાં લૂંટની તસવીર
social share
google news

Banaskantha News: PM મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં ₹2,993 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ કુલ 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુર્હૂત આજે કરાયું હતું. બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન કાર્યક્રમમાં આવેલા લોકોનો એક વીડિયો હાલમાં સામે આવ્યો છે, જેમાં તેઓ ફૂડ પેકેટ અને ટી-શર્ટ માટે પડાપડી કરતા હોવાનું દેખાય છે.

સરકારી કાર્યક્રમમાં લોકોએ મચાવી લૂંટ

બનાસકાંઠાના ડીસામાં આવાસ યોજનાના કાર્યક્રમમાં લોકોએ રીતસર ટી-શર્ટ અને ફૂડ પેકેટ મેળવવા માટે પડાપડી કરી હતી. પબ્લિકે ફૂડ પેકેટ માટે ગાડીને ઘેરી લીધી હતી. કેટલાક યુવકો ગાડી પર ચડીને ફૂડ પેકેટના થેલાની લૂંટ મચાવીને દોડ્યા હતા. તો ગાડીની પાછળ દોડતા દોડતા વૃદ્ધ અડફેટે આવી જતા પડી ગયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો હાલમાં વાઈરલ થયો છે.

કાર્યક્રમમાં PMએ લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યા બાદ પોતાના સંબોધનમાં PMS જણાવ્યું હતું કે, "મોદીએ સરકારી તિજોરીનો ખજાનો ગરીબો માટે ખોલી દીધો છે. સરકારની ગરીબ કલ્યાણની દરેક યોજનાના સૌથી મોટા લાભાર્થીઓ દલિત, ઓબીસી અને આદિવાસી પરિવારો છે. મોદીની ગેરન્ટીનો સૌથી વધુ લાભ આ પરિવારોને થયો છે".

ADVERTISEMENT

વધુમાં PMએ જણાવ્યું હતું કે, ગરીબ, યુવાનો, અન્નદાતા એવા ખેડૂતો અને મહિલાઓ વિકસિત ભારતના આધારસ્તંભ છે, એટલે તેમનું સશક્તીકરણ કરવું એ અમારી પ્રતિબદ્ધતા છે. તેમણે ગૃહ પ્રવેશ કરાવનાર લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. 
 

    follow whatsapp

    ADVERTISEMENT