‘નલ સે જલ’ યોજનાને લઈ ટાંકી બનાવતા સ્લેબ તૂટી પડ્યોઃ છ વ્યક્તિ ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

દાહોદમાં એક મોટી દૂર્ઘટના બનતા બનતા રહી જાય તે માટે પ્રાથના કરવી રહી. કારણ અહીં ટાંકીનો સ્લેબ તૂટતા ઈજા પામેલાઓના માટે જીવનું હજુ પણ એટલું જ જોખમ પણ છે.
દાહોદમાં એક મોટી દૂર્ઘટના બનતા બનતા રહી જાય તે માટે પ્રાથના કરવી રહી. કારણ અહીં ટાંકીનો સ્લેબ તૂટતા ઈજા પામેલાઓના માટે જીવનું હજુ પણ એટલું જ જોખમ પણ છે.
social share
google news

દાહોદઃ દાહોદમાં એક મોટી દૂર્ઘટના બનતા બનતા રહી જાય તે માટે પ્રાથના કરવી રહી. કારણ અહીં ટાંકીનો સ્લેબ તૂટતા ઈજા પામેલાઓના માટે જીવનું હજુ પણ એટલું જ જોખમ પણ છે. દાહોદમાં ખજુરિયા ગામે એક પાણીની ટાંકીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. દરમિયાન અચાનક સ્લેબ તૂટી પડતા છ મજુરોને ઈજાઓ થઈ હતી. તેમને ગંભીર ઈજાઓ અને સામાન્ય ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેવડવામાં આવ્યા છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી ઠગ કિરણની કસ્ટડી, ગણતરીના કલાકોમાં આવશે અમદાવાદ

4 શ્રમીકો ગંભીર રીતે ઘાયલ
દાહોદના આમલી ખજુરિયા ગામે નલ સે જલ યોજના અંતર્ગત એક પાણીની ટાંકીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. અહીં તે ટાંકીને બનાવવા માટે કેટલાક મજુરો કામ કરી રહ્યા હતા ત્યારે આજે શુક્રવારે સવારે તેઓ પર અચાનક જ પાણીની ટાંકીનો સ્લેબ તૂટી પડ્યો હતો. તેમને આ ઘટનામાં સ્લેપ ઉપર પડતા તેઓ દટાઈ ગયા હતા. જોકે સ્થાનિકોને ખબર પડતા જ તેઓ તાત્કાલીક ધોરણે તેમને બચાવવા માટે દોડી ગયા હતા. ઈજાગ્રસ્ત શ્રમીકોને તુરંત બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી. તેમાં 4 વ્યક્તિ ગંભીર હાલતમાં હતા જ્યારે અન્ય બેને સામાન્ય ઈજાઓ થઈ હતી. તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT