ધો.12 બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના કામની ખબર, સરકારી યુનિવર્સિટીમાં કોમન એડમિશન માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ
Common Addmission Process: ધો.12 બોર્ડની પરીક્ષા બાદ આજથી કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ માટે કોમન એડમિશન પોર્ટલ પરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
ADVERTISEMENT
Common Addmission Process: ધો.12 બોર્ડની પરીક્ષા બાદ આજથી કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ માટે કોમન એડમિશન પોર્ટલ પરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ગુજરાતમાં 14 જેટલી સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની આ પ્રક્રિયા ધો.12 બોર્ડનું પરિણામ જાહેર થયાના 2 અઠવાડિયા સુધી ચાલુ રહેશે.
આ પણ વાંચો: Dakor News: ડાકોર રણછોડજી મંદિરમાં મારામારી, દર્શન કરવા બાબતે બાખડી પડ્યા શ્રદ્ધાળુઓ
કયાંથી કરી શકાશે અરજી?
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર ગાઈડલાઈન મુજબ રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીમાં આજથી પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ https://gcas.gujgov.edu.in/index.aspx વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા પાસ કરવા પર વિદ્યાર્થીઓ માટે ફરીથી પોર્ટલ ઓપન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ પ્રક્રિયાથી સરકારી યુનિવર્સિટીઓએ પણ અલગ પ્રવેશ પ્રક્રિયા નહીં કરવી પડે. એક જ વખતની પ્રવેશ પ્રક્રિયાથી યુનિવર્સિટીનો સમય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફંડની બચત થશે.
ADVERTISEMENT
આ નવી સિસ્ટમથી વિદ્યાર્થીઓને શું લાભ થશે?
અગાઉ વિદ્યાર્થીઓને અલગ યુનિવર્સિટીમાં અરજી કરવા માટે અલગ-અલગ ફી ચૂકવવી પડતી હતી. જોકે હવે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ પરથી વિદ્યાર્થી ફક્ત એક વખત ફી ભરીને મનગમતી યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકશે. સાથે અલગ-અલગ કોર્સમાં પણ નજીવી ફીમાં અમર્યાદિત યુનિવર્સિટી કે કોલેજમાં અરજી કરી શકાશે.
આ પણ વાંચો: IPL ના ક્રેઝમાં વૃદ્ધે જીવ ગુમાવ્યો, Mumbai Indiansના 2 ફેન્સે ગુસ્સામાં વૃદ્ધનું માથું ફોડી નાખ્યું
કઈ 14 યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ શકશે?
ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ પરથી વિદ્યાર્થીઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, શ્યામજી વર્મા કચ્છ યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, ગુરુ ગોવિંદ યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન - IITE, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ચિન્ડ્રન્સ યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ શકશે.
ADVERTISEMENT
ADVERTISEMENT