તાંત્રિકોથી બચીને રહેજોઃ 'તમારા ઘરમાં ઘણું સોનું છે' કહીને સુરતના યુવક પાસેથી પડાવ્યા 15.51 લાખ રૂપિયા
Surat Crime News: વિજ્ઞાન અને ટેક્નોલોજીના જમાના પણ અંધશ્રદ્ધાના બનાવો સામે આવી રહ્યા છે, અંધશ્રદ્ધામાં અંધ બનતા પહેલા ચેતી જજો, નહીંતર નહીં થવાનું થશે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
સુરતના યુવક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી
ઠગે વિધિના બહાને પડાવી લીધા લાખો રૂપિયા
સુરતના સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો
Surat Crime News: વિજ્ઞાન અને ટેક્નોલોજીના જમાના પણ અંધશ્રદ્ધાના બનાવો સામે આવી રહ્યા છે, અંધશ્રદ્ધામાં અંધ બનતા પહેલા ચેતી જજો, નહીંતર નહીં થવાનું થશે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. જેમાં સુરત શહેરના ભાટપોર વિસ્તારમાં આવેલી ટોયોટા કંપનીમાં સર્વિસ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા અને અડાજણ વિસ્તારની ખોડિયાર નગર સોસાયટીમાં રહેતા રાજેશભાઈ પરમાર છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેઓ ફેસબુક પેજ દ્વારા ઉજ્જૈનના ઠગના સંપર્કમાં આવ્યા હતા. જે બાદ તાંત્રિક વિધિના નામે અલગ-અલગ સમયે રાજેશભાઈ પરમારની બહેનના બેંક ખાતામાંથી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. જ્યારે રાજેશને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે તેમણે સુરતના સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો.
રાત્રે નકારાત્મક સપના આવતા
સુરત શહેરના અડાજણ વિસ્તારની ખોડિયાર નગર સોસાયટીમાં રહેતા રાજેશભાઈ નારાયણભાઈ પરમારે સુરતના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ સુરત શહેરના ઈચ્છાપોર વિસ્તારના ભાટપોર ગામ ખાતે આવેલી ટોયોટા કંપનીમાં એક્ઝિક્યુટિવ સર્વિસ મેનેજર તરીકે કામ કરે છે. વર્ષ 2022માં તેને માથાનો દુખાવો થતો હતો અને તેમની નોકરી પણ છૂટી ગઈ હતી. તેમને રાત્રે ઊંઘમાં ખરાબ અને નકારાત્મક સપના આવતા હતા. જેના કારણે તેઓ તણાવમાં રહેતા હતા. આ દરમિયાન ઓક્ટોબર 2022માં ફેસબુક પેજ એકાઉન્ટ સર્ચ કરતી વખતે તેમને શૈલેન્દ્રનાથ અઘોરી તાંત્રિક નામનું એક ફેસબુક પેજ મળ્યું હતું, જેમાં તાંત્રિક શક્તિઓ દ્વારા દરેક મુશ્કેલ સમસ્યાનો ઉકેલ લાવવા વિશે લખવામાં આવ્યું હતું. આ ફેસબુક પેજનું સ્થાન ઉજ્જૈન તરીકે દર્શાવવામાં આવ્યું હતું. મોબાઈલ નંબરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ RBI Repo Rate: સસ્તી હોમ લોનની આશાઓ પર પાણી ફર્યું, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં
ફેસબુક પેજ પરથી કર્યો સંપર્ક
રાજેશભાઈ પરમારે ફરિયાદમાં લખ્યું છે કે તેમના પરિવારજનોને ઉજ્જૈનના મહાકાલ પર ખૂબ જ આસ્થા હતી, આથી તેઓએ ફેસબુક પેજ પર આપેલા મોબાઈલ નંબર પર તેમનો સંપર્ક કર્યો હતો. ત્યારે ફોન રિસીવ કરનાર વ્યક્તિએ પોતાનું નામ મનીષકુમાર વિશ્વનાથ હોવાનું જણાવ્યું હતું, ત્યારે તેમણે ફેસબુક પર અપાયેલી જાહેરાત વિશે પૂછતાં તેણે સ્વીકાર્યું હતું કે તમારા જીવનમાં ગમે તેટલી સમસ્યા હશે, તે પૂજા વિધિ દ્વારા દરેક સમસ્યાનું સમાધાન કરશે. હું મહાકાલનો ભક્ત છું અને મારા પર વિશ્વાસ રાખો, હું કોઈને નુકસાન પહોંચાડતો નથી. તાંત્રિકની વાત સાંભળીને રાજેશભાઈને ખાતરી થઈ અને તેમણે પોતાની સમસ્યા જાણાવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજકોટના કમઢીયા પાસે બે બાઈક સામ સામે ટકરાયા, 2 મિત્રોને ભરખી ગયો કાળ; પરિવારમાં આક્રંદ
દુષ્ટાત્માઓ ભગાવવા માટે પૈસાની કરી માંગ
જે બાદ મનીષકુમાર વિશ્વનાથે રાજેશભાઈને જણાવ્યું હતું કે, તમારા ઘરમાં 7 દુષ્ટાત્માઓ રહે છે, તેમાંથી મુક્તિ મેળવવા માટે તમારે તંત્ર વિદ્યા કરવી પડશે, જેના માટે 20 હજાર રૂપિયાની દક્ષિણા આપવા પડશે. વાતચીત મુજબ રાજેશભાઈના બહેને તાંત્રિકના બેંક ઓફ બરોડાના બેંક ખાતામાં 20,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તાંત્રિક મનીષકુમારે રાજેશ પરમારને કહ્યું હતું કે તમારા ઘરમાંથી ચાર દુષ્ટ આત્માઓ દૂર થઈ ગઈ છે પરંતુ હજુ ત્રણ આત્માઓ કાઢવાના બાકી છે, તેથી તમારે ત્રણ બકરાની બલિ ચઢાવવી પડશે અને તેના માટે તમારે 1 લાખ 16 રૂપિયા ચૂકવવા પડશે. આ પછી ફરિયાદી રાજેશભાઈના બહેન જ્યોતિ ચોઘડિયાએ યુપીઆઈ આઈડી દ્વારા પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
'તમારા ઘરમાં ઘણું સોનું છે'
રાજેશભાઈ પરમારના જણાવ્યા અનુસાર, આ પછી પણ તાંત્રિક મનીષકુમારે કહ્યું હતું કે તમારા ઘરમાં ખાડો ખોદીને સોનું કાઢવામાં આવશે, તમારા ઘરમાં ઘણું સોનું છે. સોનું કાઢવા માટે તેઓએ તમારા ઘરે આવીને પૂજા કરવી પડશે, આ પછી તેઓ અમારા ઘરે આવ્યા, ઘર ખોદવા માટે મંજૂરો મગાવ્યા અને કહ્યું કે સોનું કાઢવા માટે 108 બકરાની બલિ ચઢાવવી પડશે. રાજેશભાઈની બહેને 8 લાખ 21 હજાર 100 રૂપિયા UPI ID દ્વારા અલગથી ટ્રાન્સફર કર્યા હતા. આ પછી તાંત્રિક મનીષ કુમારે સુદર્શન યજ્ઞ કરવાનું કહ્યું હતું, જેની કિંમત લગભગ 4.30 લાખ રૂપિયા હશે, એમ કહીને તેણે પૈસા પણ અલગથી ટ્રાન્સફર કરાવ્યા હતા.
ADVERTISEMENT
15.51 લાખની આચરી છેતરપિંડી
આ પછી ન તો સોનું મળ્યું કે ન તો તેના જીવનમાં કોઈ સુધારો થયો. આ રીતે તેમની પાસેથી 15 લાખ 51 હજાર 100 રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. રાજેશ પરમારે આ અંગે સુરત સાયબર પોલીસ સ્ટેશનમાં કરાવી છે.
ADVERTISEMENT
રિપોર્ટઃ સંજયસિંહ રાઠોડ, સુરત
ADVERTISEMENT