રાજકોટના કમઢીયા પાસે બે બાઈક સામ સામે ટકરાયા, 2 મિત્રોને ભરખી ગયો કાળ; પરિવારમાં આક્રંદ

ADVERTISEMENT

Rajkot News
મામાદેવના દર્શને જઈ રહેલા બે મિત્રો કાળનો કોળિયો બન્યા
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

રાજ્યમાં દિવસેને દિવસે વધી રહી છે અકસ્માતોની ઘટના

point

રાજકોટમાં બે મિત્રોના કમકમાટીભર્યા મોત

point

સુલતાનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી

Rajkot News: રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની ઘટના વધતી જઈ રહી છે. અવારનવાર કોઈ નિર્દોષ અકસ્માતમાં મોતને ભેટે છે. ત્યારે આવો જ એક બનાવ રાજકોટ જિલ્લામાં સર્જાયો છે. જેમાં બે મિત્રોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. અકસ્માતની સમગ્ર ઘટનાને લઈને સુલતાનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો અકસ્માતને પગલે મૃતકોના પરિવારજનોમાં માતમ છવાયો છે.

મામાદેવના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા મિત્રો

મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કમઢીયા ગામ પાસે આવેલા મામાદેવના મંદિરે જેતપુર તાલુકાના નવાગઢ ગામે રહેતા હિતેશભાઈ હરિભાઈ મકવાણા (ઉ.વ.17) અને સરધારપુર ગામે રહેતા પ્રકાશભાઈ ભવાનભાઈ મેણીયા (ઉ.વ.20)  દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન મંદિર પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

બંને મિત્રોના અકસ્માતમાં મોત

આ અકસ્માત એટલો ભયાનક હતો કે બે મિત્રોના કમકમાટીભર્યા  મોત નિપજ્યાં હતા. જ્યાં અન્ય બાઈક ચાલક બાઈક મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા. તો આ અકસ્માતની જાણ 
પોલીસને કરવામાં આવતા   સુલતાનપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. 

ADVERTISEMENT

પોલીસે વધુ તપાસ હાથ ધરી

જે બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે બંને મિત્રોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને મિત્રો બન્ને મૃતક યુવાનો ડાઇંગના કારખાનામાં છૂટક મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બાઈક ચાલકને પકડી પાડવા સુલતાનપુર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT