16 વર્ષની દિવ્યાંગ દીકરીને ખભે ઊંચકી પિતા પાવાગઢ ચઢ્યા, દ્રશ્યો જોઈને માઈ ભક્તો થયા ભાવુક
Pavagadh, Navratri 2024: હાલમાં ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે. જેને લઈને શક્તિપીઠ પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે દૂર દૂરથી પોતાની આસ્થા અને ભક્તિ સાથે આવતા હોય છે. આ વચ્ચે પાવાગઢ ખાતે માઈ ભક્તોને ભાવુક કરી દેતી એક ઘટના બની હતી.
ADVERTISEMENT

દિવ્યાંગ દીકરીને ઉચકીને પિતા પાવાગઢ ચઢ્યા
નવરાત્રીમાં પાવાગઢ ખાતે પોતાની 16 વર્ષની દિવ્યાંગ દીકરીને ખભે ઉચકીને એક પિતા માતાજીના દર્શન કરાવવા પહોંચ્યા હતા. એક બાજુ આજના સમયમાં લોકો દીકરી જન્મતા તેને ત્યજી દેતા હોય છે, બીજી તરફ એક પિતા છે જે પોતાની દીકરીને માતાજીના દર્શન કરાવવા માટે ખભા પર ઊચકીને બધા પગથિયા ચઢ્યા હતા. એક પિતાની પુત્રી પ્રત્યેના પ્રેમની આવી લાગણીના દ્રશ્યો જોઈને ભક્તો પણ ભાવુક થઈ ગયા હતા.
શ્રમિક પિતાએ દીકરીને માતાજીના દરબાર સુધી લઈ ગયા
આણંદના મીંઢળપુરના શ્રમજીવી જન્મથી મુકબધિર અને દિવ્યાંગ 16 વર્ષની દીકરીને લઈને પાવાગઢ આવ્યા હતા. નવરાત્રીમાં દીકરીને માતાજીના આશીર્વાદ અપાવવા માટે 50 વર્ષના શ્રમિક પિતાએ કાળઝાળ ગરમીમાં 40થી વધુ કિલો વજન ઉચકીને દીકરીને માતાજીના દરબાર સુધી લઈ ગયા હતા. આ બાદ દીકરીને દર્શન કરાવ્યા હતા. દીકરીને ખભા પર ઉચકીને જતા પિતાનો વીડિયો પણ સામે આવ્યો છે.
ADVERTISEMENT
(ઈનપુટ: જયેન્દ્ર ભોઈ, પંચમહાલ)
ADVERTISEMENT