પરષોત્તમ રૂપાલાના વિરોધમાં બોટાદ BJP નેતાનું ચાલુ સભામાં રાજીનામું, 20 વર્ષથી પાર્ટીમાં હતા
Parshottam Rupala Controversy: રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધના નિવેદનને લઈને વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ વચ્ચે બોટાદમાં ક્ષત્રિય સમાજના આગેવાને પરષોત્તમ રૂપાલાના નિવેદન વિરુદ્ધમાં ભાજપના કાર્યક્રમમાં ચાલુ ભાષણે પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું હતું.
ADVERTISEMENT
Parshottam Rupala Controversy: રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધના નિવેદનને લઈને વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ વચ્ચે બોટાદમાં ક્ષત્રિય સમાજના આગેવાને પરષોત્તમ રૂપાલાના નિવેદન વિરુદ્ધમાં ભાજપના કાર્યક્રમમાં ચાલુ ભાષણે પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું હતું. જાહેરમાં જ ભાજપના તાલુકા મહામંત્રીએ આ રીતે રાજીનામું આપી દેતા હાજર હોદ્દેદારોમાં પણ ખળભળાટ મચી ગયો હતો.
ભાજપના કાર્યક્રમમાં રાજીનામું
વિગતો મુજબ, લોકસભા ચૂંટણીને લઈને બોટાદના પાળીયાદ ખાતે મોદી પરિવાર સભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના તથા જિલ્લા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી વિજય ખાચરે પરષોત્તમ રૂપાલાના નિવેદનની વિરોધમાં ભાષણ આપતા સમયે જ રાજીનામું આપી દીધું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
20 વર્ષથી ભાજપમાં જોડાયેલા હતા
આ વીડિયોમાં વિજય ખાચર કહે છે, હાલમાં ગુજરાતમાં અમારા ક્ષત્રિય સમાજમાં રોષ છે. રૂપાલા સાહેબે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે તેનાથી ક્ષત્રિય સમાજ નારાજ છે. હું 20 વર્ષથી ભાજપમાં છું અને મતનો અધિકારી મળ્યો ત્યારથી ભાજપનો કાર્યકર્તા છું, આજે મારે મારા સમાજ સાથે રહેવાની ફરજ પડી છે. જેથી હું બોટાદ તાલુકાના ભાજપના મહામંત્રી પદેથી રાજીનામું આપું છું. હું ઈચ્છું છું કે આ વિષયનો સુખદ અંત આવે. હું ભાજપના મોવડી મંડળને પ્રાર્થના કરું છું કે આના માટે પ્રયત્ન કરે.
ADVERTISEMENT
ADVERTISEMENT