RAJKOT માં ટ્યુશન જવાથી કંટાળેલી બાળકીએ પોતાના જ અપહરણનું નાટક કર્યું
Rajkot Kidnaping News: રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે સવારથી જ રાજકોટમાં થાર કારમાં આવેલા કેટલાક લોકોએ બાળકીનું અપહરણ કર્યાના સમાચાર વહેતા થતા…
ADVERTISEMENT
Rajkot Kidnaping News: રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે સવારથી જ રાજકોટમાં થાર કારમાં આવેલા કેટલાક લોકોએ બાળકીનું અપહરણ કર્યાના સમાચાર વહેતા થતા પોલીસ દોડતી થઇ હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ આદરવામાં આવી હતી. અપહરણની વાત આવતા રાજકોટ પોલીસ કમિશ્નરના આદેશ બાદ સમગ્ર જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું હતું અને નાકાબંધી સહિતનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો.
બાળકીના અપહરણની આશંકાને પગલે ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા
જો કે બીજી તરફ જે બાળકીએ અપહરણ અંગેની આશંકા વ્યક્ત કરી હતી તેની પણ પોલીસે પુછપરછ આદરી હતી. જો કે બાળકી ગોળગોળ જવાબ આપતી હોવાથી પોલીસ પણ મુંઝાઇ હતી. બીજી તરફ બાળકી નાની હોવાથી પોલીસ પણ કડકાઇથી પુછપરછ કરી શકે તેમ નહોતી. જો કે પોલીસે બાળકીએ બતાવેલા સ્થળ પર CCTV ના આધારે તપાસ કરતા પોલીસ પોતે પણ ચોંકી ઉઠી હતી. સીસીટીવીમાં મોટો ઘટસ્ફોટ થયો હતો.
CCTV માં થયા ચોંકાવનારા ખુલાસાઓ
સીસીટીવીમાં બાળકી ખુબ જ આરામથી રસ્તા પર જઇ રહી હોવાનું દેખાઇ રહ્યું છે. કોઇ વ્યક્તિએ તેના અપહરણનો પ્રયાસ કર્યો નહી હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી પોલીસ દ્વારા તે સીસીટીવી બાળકીને દેખાડવામાં આવતા બાળકી રડવા લાગી હતી. રડતા રડતા તેણે જે સમગ્ર હકીકત કહી તેના કારણે ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
ADVERTISEMENT
ભણવાથી કંટાળેલી બાળકીએ રચ્યું અજબ તરકટ
બાળકીએ કહ્યું કે, તેને ટ્યુશનમાં લેશન બાકી હતું આ ઉપરાંત ટ્યુશનના ટીચર પણ વારંવાર તેને ધમકાવતા હોવાથી તે ટ્યુશન જવા જ માંગતી નહોતી. જેના કારણે તેણે એક સિરિયલમાં જોયું હતું તે પ્રકારે અપહરણનો આક્ષેપ કરી દીધો હતો. જેથી તેના માતા પિતાની સિમ્પથી પણ મળી શકે અને તેને લેશન પણ ન કરવું પડે. બાળકીની વાત સાંભળીને પોલીસ ચોંકી ઉઠી હતી.
ADVERTISEMENT