BJP એ ન માત્ર ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી પરંતુ 7 કદી ન તુટે તેવા રેકોર્ડ સ્થાપિત કર્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાત વિધાનસભામાં ભાજપે આજે ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી હતી. ગુજરાતમાં 167 જીત સાથે ભાજપ ક્યારે પણ ન પ્રાપ્ત કરી હોય તેવી જીત મેળવી હતી. જો કે આ જીત અનેક પ્રકારે ઐતિહાસિક જીત હતી. ગુજરાતમાં ભાજપે 167 બેઠકો પ્રાપ્ત કરવાની સાથે સાથે અનેક પ્રકારના રેકોર્ડ પણ બનાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ચૂંટણીઓમાં પ્રચાર કરતી વખતે વડાપ્રધાન મોદીએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, તમને જવાબદારી સોંપુ છું કે, ભુપેન્દ્ર નરેન્દ્રના તમામ રેકોર્ડ તોડે. ગુજરાતની જનતાએ ખોબલે ખોબલે મત આપીને ડબલ એન્જિન સરકારને જીતાડવાના છે. જો કે સી.આર પાટીલે પીએમ મોદીના આ સપનાને સાકાર કરી દેખાડ્યું છે.

આજે જે પરિણામ સામે આવ્યું છે તે જોતા ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતે ખુબ જ જુજ સફળતા મેળવી હતી પરંતુ કોંગ્રેસને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જેથી આમ આદમી પાર્ટી 5 સીટ જીતીને કોંગ્રેસને 17 સીટમાં સમેટી દીધી છે. કોગ્રેસને પારવાર નુકસાન પહોંચ્યું છે.

ADVERTISEMENT

જાણો ગુજરાત ભાજપે કેટલા રેકોર્ડ તોડ્યા
– કોંગ્રેસના ચાર કાર્યકારી પ્રમુખોને હરાવી દીધા
– 2017 માં મળેલી સીટો કરતા 50 ટકા વધારે સીટો જીતી
– ભાજપે સૌથી વધારે બેઠકોનો પોતાનો જ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો
– ગુજરાત કોંગ્રેસે 37 વર્ષ પહેલા બનાવેલા પોતાના રેકોર્ડને તોડ્યો હતો.
– ખેડા જિલ્લામાં 47 વર્ષ જુના કોંગ્રેસના ગઢને જીતી લીધા
– ગુજરાત કોંગ્રેસની સૌથી મજબુત ગણાતી બેઠક જીતવાનો રેકોર્ડ બનાવયો.
– ગુજરાતના આણંદ જિલ્લાની બોરસદ બેઠક પર ભાજપે 55 વર્ષ બાદ જીતી

    follow whatsapp

    ADVERTISEMENT