GSSSB Recruitment: ગૌણ સેવા પસંદગી મંડળની મોટી જાહેરાત, 266 જગ્યાની ભરતી બહાર પડાઇ

ADVERTISEMENT

266 જગ્યાઓ ભરવા માટે કરાઇ જાહેરાત
GSSSB Recruitment News
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરાઇ નવી ભરતીની જાહેરાત

point

પેટા હિસાબનીશ-પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત

point

આજ થી વેબસાઈટ પર 1 માર્ચ સુધી ભરી શકાશે ફોર્મ

GSSSB Recruitment: સરકારી નોકરીની તૈયારી કરનારાઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે.  આજ રોજ 266 પદ્દ માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે.

266 જગ્યાઓ પર ભરતી 

મળતી માહિતી અનુસાર, આ ભરતીમાં 266 જગ્યાઓ પર પેટા હિસાબનીશ-પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પેટા હિસાબનીશની 116 જગ્યા અને પેટા તિજોરી અધિકારીની 150 જગ્યાઓની ભરતી કરાશે. આ ભરતી માટે આજથી ગૌણ સેવાની સત્તાવાર વેબસાઇટ પર 1 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. 

ADVERTISEMENT

કુલ 21,084 જગ્યાઓ પર કરાશે ભરતી

ચાલુ વર્ષ 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7,459 જગ્યાઓ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1,625 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT