દાંતીવાડાના ડેરી ગામે રીંછ હુમલામાં યુવક લોહીલુહાણ: વન વિભાગ દોડતું થયું
ધનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠા અરવલ્લી ગિરિમાળાઓમાં અસંખ્ય રીંછ આશ્રય લઈ રહ્યા છે. ત્યારે દાંતીવાડા તાલુકાના ડેરીગામના યુવક ઉપર રીંછે હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે.…
ADVERTISEMENT
ધનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠા અરવલ્લી ગિરિમાળાઓમાં અસંખ્ય રીંછ આશ્રય લઈ રહ્યા છે. ત્યારે દાંતીવાડા તાલુકાના ડેરીગામના યુવક ઉપર રીંછે હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે. આજુબાજુના પ્રદેશમાંથી અચાનક દોડી આવેલા રીંછે યુવકના શરીર પર, માથા પર બચકા ભરતા યુવકને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયો છે.
બોલો નિવૃત્તિ પછી પણ તલાટી લેતો હતો લાંચઃ ડીસામાં ઈન્ચાર્જ સર્કલ ઓફિસર પણ પકડાયો
બચાવ માટે બુમો પાડતા રીંછ ભાગ્યું જંગલમાં
આ હુમલામાં ઘાયલ યુવક ડેરી ગામના આયદાનભાઈ રબારી નામના હોવાનું બહાર આવ્યું છે. જેમાં યુવકને રીંછે હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે યુવકે બચાવ માટે બૂમાબૂમ કરતા રીંછ જંગલમાં ચાલી ગયું હતું. જ્યારે સ્થાનિકોની મદદથી યુવકને સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રીંછના હુમલાને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, સમગ્ર ઘટનાને લઈ વન વિભાગે તપાસ હાથ ધરી છે.
અગાઉ માનવભક્ષી રીંછે વનકર્મીઓ સહિત 3 ને ઉતાર્યા હતા મોતને ઘાટ
આ ઘટના એટલા માટે ચિંતાજનક છે કે થોડા વર્ષો અગાઉ અમીરગઢ નજીક એક માદા માનવ ભક્ષી રીંછે ત્રણ યુવકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારે આ નવીન બનાવમાં દાંતીવાડા તાલુકાના ડેરી ગામના યુવક પર રીંછે હુમલો કર્યો છે. ડેરી ગામના આયદન રબારી નામના યુવકના માથાના ભાગે રીંછે બચકા ભરતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. હાલ રીંછના હુમલાને લઈ ગ્રામજનોમાં ભય ફેલાયો છે. તેમજ વન વિભાગે સમગ્ર ઘટનાને લઇ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT