વધુ એક દેશમાં બનશે ભવ્ય સ્વામિનારાયણ મંદિર! આ દેશના નાયબ વડાપ્રધાને BAPSને આપ્યું નિમંત્રણ
New Zealand Dy PM Gujarat Visit: હાલમાં જ UAEમાં પ્રથમ હિન્દુ મંદિર બન્યું. BAPS દ્વારા નિર્મિત આ મંદિરને જોયા બાદ વિશ્વભરમાં તેની પ્રશંસા થઈ રહી છે. ત્યારે હવે BAPSને વધુ એક દેશમાં ભવ્ય મંદિર બનાવવા માટે સામેથી આમંત્રણ અપાયું છે.
ADVERTISEMENT
New Zealand Dy PM Gujarat Visit: હાલમાં જ UAEમાં પ્રથમ હિન્દુ મંદિર બન્યું. BAPS દ્વારા નિર્મિત આ મંદિરને જોયા બાદ વિશ્વભરમાં તેની પ્રશંસા થઈ રહી છે. ત્યારે હવે BAPSને વધુ એક દેશમાં ભવ્ય મંદિર બનાવવા માટે સામેથી આમંત્રણ અપાયું છે. હકીકતમાં ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન પ્રતિનિધિમંડળ સાથે હાલ ગુજરાતના પ્રવાસે છે. દરમિયાન તેઓ ગાંધીનગર અક્ષરધામની મુલાકાતે ગયા હતા. અહીં મંદિરની મુલાકાત બાદ તેમણે ન્યૂઝીલેન્ડમાં આવું મંદિર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાને લીધી અક્ષરધામની મુલાકાત
આ અંગે BAPSના તીર્થ સ્વરૂપ દાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સ અને તેમની સાથે પ્રતિનિધિમંડળે મંદિરની અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં તેમનું પુષ્પમાળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમણે નીલકંઠ વરણી પર જળાભિષેક પણ કર્યો હતો. સાથે સમગ્ર મંદિર પરિસરની મુલાકાત લીધી હતી અને મંદિરમાં દર્શન કર્યા હતા.
ન્યૂઝીલેન્ડમાં મંદિર બનાવવા નિમંત્રણ
મંદિરની મુલાકાત બાદ ન્યૂઝીલેન્ડના નાયમ વડાપ્રધાને કહ્યું, હું આ મુલાકાતથી અભિભૂત થયો છું. અહીં આપેલા સંદેશાઓથી ખૂબ જ પ્રભાવિત થયો છું. તમારા આતિથ્ય માટે આભાર. ન્યૂઝીલેન્ડમાં પણ BAPS દ્વારા પરંપરાગત રીતે મંદિર બનાવવાની અમે રાહ જોઈ રહ્યા છીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT