શિક્ષણ વિભાગ નિંદ્રામાં: ચાલુ ફરજે શિક્ષિકા વિદેશમાં સ્થાઈ, આઠ-આઠ વર્ષ જતા રહ્યા 8 મહિના પહેલા તંત્રને થયું ભાન!
Banaskantha News: ગુજરાત શિક્ષણ વિભાગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાંછા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા વિદેશમાં વર્ષોથી સ્થાઈ હોવા છતાં હજી ફરજની કામગીરીમાં નામ ચાલુ છે.
ADVERTISEMENT
Banaskantha News: ગુજરાત શિક્ષણ વિભાગનો વધુ એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાંછા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા 2016થી વિદેશમાં સ્થાઈ છે, પણ હજી ફરજ પાંછા શાળામાં ચાલુ છે. ફક્ત એટલુ જ નહીં 8 વર્ષથી અમેરિકામાં રહેતા આ શિક્ષિકાનો પગાર 2023 ના વર્ષ સુધી અપાયા હોવાની પણ વાત મળી રહી છે, મળતી માહિતી પ્રમાણે વર્ષે એક વખત શાળાએ આવી શિક્ષિકા એકાદ-બે લાખ લઈ જતાં હતા. આ કિસ્સો સામે આવતા શિક્ષણ વિભાગ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.
શિક્ષણ વિભાગ સામે સવાલ?
ભાવનાબેન પટેલ નામની શિક્ષિકા તરીકે પાંછા સરકારી પ્રાથમિક શાળામાં ફરજના નામે ચાલતો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભાવનાબેન પટેલ 1/1/ 2024 થી રજા ઉપર છે. તેમને 2023 માં ત્રણ મહિના નોકરી કરી હતી અને તેમનો તેમને છેલ્લે સ્કૂલમાં હાજર હતા ત્યાં સુધીનો પગાર આપેલ છે, ત્યારબાદ નો પગાર આપેલ નથી કે ઓનલાઇન હાજરી પૂરેલ નથી.
ઘોડા છૂટ્યા બાદ તબેલા ને તાળા મારવામાં આવ્યા
દાતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ બી મકવાણા દ્વારા તાલુકાની તમામ શાળાઓમાં નોટિસ આપીને રિપોર્ટ માંગેલ છે કે, તમારી શાળામાં ઘણા સમયથી ગેરહાજર કે વિદેશ ગયેલા શિક્ષકોની માહિતી મોકલી આપો.આમ ઘોડા છૂટ્યા બાદ તબેલા ને તાળા મારવા તે શિક્ષણ વિભાગ માટે શરમજનક બાબત કહેવાય.
ADVERTISEMENT
ગુજરાત શિક્ષણ વિભાગ ધોર નિંદ્રામાં
બીજી તરફ શાળાના પારુલ બેન ઇન્ચાર્જ આચાર્ય એ કહ્યું કે, શિક્ષણ મંત્રીને અને જિલ્લા શિક્ષણ અધિકારી ને આ બાબતે લેખિત અરજી કરી છે છતાં કોઈપણ કાર્યવાહી કરવામા આવી નથી, જેથી બાળકોનો અભ્યાસ અને તેમના ભવિષ્ય બગડી રહ્યું છે. અમે રજૂઆત કરવા છતાં હજી સુધી ભાવનાબેન સામે કોઈપણ કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી નથી. ગુજરાત શિક્ષણ વિભાગ ધોર નિંદ્રામાં હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.
વિદેશમાં રહી ગુજરાતમાં ફરજ પાડતી શિક્ષિકા
વર્ષોથી ભાવનાબેન નામના શિક્ષિકા વિદેશમાં રહે છે અને હજી શાળામાં ફરજ બોલે છે, તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. ભાવના બેન નામની શિક્ષિકાને 2024 મા કોઇપણ પગાર ચૂકવવામાં આવ્યો નથી તેવું શાળાના આચાર્ય બચુભાઈએ જણાવ્યું હતું. સાથે સાથે દાતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ કે મકવાણા એ પણ જણાવ્યું છે કે ભાવના બહેનને 2024 માં કોઈપણ દિવસનો પગાર ચૂકવવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
શિક્ષણ માટે વલખા મારતા બાળકો
શાળામાં અભ્યાસ કરતા બાળકો શિક્ષણ માટે શિક્ષિકાની રાહ જોઈ રહ્યા છે. પણ ભાવનાબેન નામના શિક્ષિકા વિદેશ ના રેહવાસી થઈ ગયા છે. જિલ્લા શિક્ષણ અધિકારી કહ્યું કે, ભાવનાબેન 8 મહિનાથી ગેરહાજર છે અને તેમને નોટિસ આપવામાં આવી છે અને ગેર હાજરી દરમ્યાન કોઈપણ પગાર પણ ચૂકવવામા આવ્યો નથી. ઠરાવ મુજબ એક સાલથી વધુ સમય ગેરહાજર થતા તેમના ઉપર કાર્યવાહી થાય છે. આ બહેન 2024 માં રજા રિપોર્ટ મૂકીને ગયા છે ત્યારબાદ દાતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બે મહિના બાદ શાળાની મુલાકાત કર્યા બાદ તેમણે રિપોર્ટ પણ જિલ્લા કક્ષાએ કરેલ છે તેવો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુ પટેલે જણાવ્યું હતું.
ADVERTISEMENT
શુ 2024 પહેલા પગાર ચૂકવાયો છે?
વિનુ પટેલ એમ પણ જણાવ્યું છે કે, આ પીડીએફ ફાઈલમાં અન્ય શિક્ષકોને પગાર ચૂકવવામાં આવ્યો છે પણ ભાવનાબેન પટેલને પગાર ચૂકવવામાં આવ્યો નથી. આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા તેમને નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે ભાવનાબેન પટેલ વર્ષમાં માત્ર બે કે ત્રણ મહિના શાળામાં હાજરી આપતા હતા અને તેનો પગાર લેતા હતા. આ સમગ્ર પ્રકરણમાં શાળાના આચાર્ય બચુભાઈ, દાતા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ બી મકવાણા અને બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુ પટેલનું નિવેદન એક સરખું જોવા મળી રહ્યું છે. જ્યારે જે દિવસે આચાર્ય ટ્રેનિંગમાં હતા તે દિવસે ઇન્ચાર્જ આચાર્ય પારુલ બેલ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. તેમાં અમુક માહિતી ખોટી આપી હતી એવું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુ પટેલે જણાવ્યું હતું.
ઋષિકેશ પટેલ શું બોલ્યા?
આ બાબતે વિશ્વ આદિવાસી દિવસે દિવસે દાતા ખાતે આવેલા ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ બાબત પાસપોર્ટ અને ઇમિગ્રેશનને લગતી હોય તો કોઈ છુપાવવાનું હોતું નથી અને સમગ્ર પ્રકરણમાં કાયદેસરની કાર્યવાહી કરાશે.
(ઇનપુટ: શક્તિસિંહ રાજપૂત, અંબાજી)
ADVERTISEMENT