Baba Bagheshwar Gujarat: ધીરેન્દ્ર શાસ્ત્રીએ વચન પાળ્યું, આ સમાજ માટે ફરી ગુજરાત આવશે, જાણો ક્યારે?
Baba Bagheshwar Gujarat: ગુજરાતના અંબાજી (Ambaji) ખાતે બાબા બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાશે. આગામી સમયમાં બાબા બાગેશ્વર (Baba Bagheshwar) તરીકે જાણીતા થયેલા ધીરેન્દ્ર કૃષ્ણા શાસ્ત્રી…
ADVERTISEMENT
Baba Bagheshwar Gujarat: ગુજરાતના અંબાજી (Ambaji) ખાતે બાબા બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાશે. આગામી સમયમાં બાબા બાગેશ્વર (Baba Bagheshwar) તરીકે જાણીતા થયેલા ધીરેન્દ્ર કૃષ્ણા શાસ્ત્રી (Dhirendra Krishna Shastri) ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાની જાણકારી સામે આવી છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એક વખત અંબાજી ખાતે આવનાર છે અને આ વખતે તેઓ અંબાજી ખાતે સતત 3 દિવસ કથા સનાતન ધર્મ (Sanatana Dharma)નો પ્રચાર કરશે. સનાતનનો શંખનાદ ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજીમાં 3 દિવસનો દિવ્ય દરબાર લગાવશે.
આ ત્રણ દિવસે થશે દિવ્ય દરબાર
આસો નવરાત્રીના પેહલા, બીજા અને ત્રીજા નોરતે અંબાજી ખાતે જીએમડીસી મેદાનમાં આ દરબારમાં 2.5 લાખ કરતા વધુ ભક્તો આવી શકે છે. અંબાજી ઇસ્કોન અંબે વેલી ખાતે બપોરે પ્રેસ કોન્ફ્રન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. 28 મે ના રોજ અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન કરવા ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા હતા અને હવે ફરીથી અંબાજી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી 15 ઓક્ટોમ્બરે આવશે. તેઓ અંબાજીના દાંતા તાલુકામાં આવે છે. આ તાલુકામાં નાના મોટા 182 ગામો આવેલા છે. જે ગામો મોટાભાગના આદિવાસી બહુમતી ધરાવતા ગામો છે એટલે કથામાં આવનાર ભક્તોને નવરાત્રી પર્વમાં માતાજીના દર્શનની સાથે સાથે દિવ્ય દરબારમાં ભક્તિનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે તેઓ ગુજરાત પ્રવાસ પર હતા ત્યારે આદિવાસી સમાજમાં થતા ધર્મ પરિવર્તનને લઈને તેમને સવાલ કરવામાં આવ્યો હતો. જે તે સમયે તેમણે કહ્યું હતું કે હું ફરી આવીશ ગુજરાત અને આ સમાજના લોકો સાથે દરબાર કરીશ તથા તેમને સનાતન ધર્મ અંગે જાગૃત કરીશ. તેમણે પોતાના આ વચનને હવે પાળ્યું છે. આગામી સમયમાં તેઓ અહીં સનાતન ધર્મને લઈને દરબારમાં વાત પણ કરશે.
Gujarat Assembly news: વિધાનસભામાં રજૂ કરાયું OBC અનામત બિલ, અધિનિયમમાં સુધારો કરતું વિધેયક
ભારત દેશમાં છેલ્લા ઘણા સમયથી સનાતન ધર્મને લઈ ચર્ચામાં આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રી આસો નવરાત્રી પર્વ પર વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દિવ્ય દરબાર લગાવવા જઈ રહ્યા છે. ત્યારે બાબા બાગેશ્વર ધામના દરબાર માટેની પૂર્વ તૈયારીઓની શરૂઆત 15 સપ્ટેમ્બરથી થઇ ચુકી છે. કેટલાય ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બની રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી એકવાર ફરી ગુજરાતના મહેમાન બની રહ્યાં છે. આગામી નવરાત્રીના તહેવારથી તેમની આ ગુજરાત યાત્રાની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ નોરતે યાત્રાધામ અંબાજી ખાતે બાબાના દિવ્ય દરબારની શરૂઆત થનાર છે.
ADVERTISEMENT
માત્ર અંબાજી જ નનહીં અમદાવાદમાં પણ કથાનું આયોજન
શુક્રવારે ઇસ્કોન ગ્રુપના પ્રવીણભાઈ કોટક દ્વારા અંબાજી ખાતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજના કાર્યક્રમની માહિતી આપવા માટે ઇસ્કોન અંબે વેલી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં દિવ્ય દરબારના કાર્યક્રમ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આગામી 15 ઓક્ટોબરના રોજ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાની શરૂઆત થશે અને ત્યારબાદ બીજા નોરતે કથાના બીજા દિવસે પરચા ખોલવામાં આવશે. કથાના ત્રીજા દિવસે 17 ઓક્ટોબરના કથાનું સમાપન થશે. ત્યારબાદ 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી અમદાવાદ ખાતે કથાનું ત્રી-દિવસીય આયોજન કરવામાં આવશે. ત્યાર બાદ 21, 22 અને 23 ઓક્ટોબરના રોજ બાબાની કથા પઠાણકોટ ખાતે યોજાશે. 15 સપ્ટેમ્બરના રોજ મધ્યપ્રદેશના બાગેશ્વર ધામથી આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના પીઆરઓ અને ઇસ્કોન ગ્રુપના પ્રવીણભાઈ કોટક દ્વારા જીએમડીસી મેદાન પર સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
(શક્તિસિંહ રાજપૂત, અંબાજી)
ADVERTISEMENT
ADVERTISEMENT