એશિયાની સૌથી જૂની નગરપાલિકા ચૂંટણીઃ દમણના પ્રમુખ-ઉપપ્રમુખ જાણો કોણ બન્યું

ADVERTISEMENT

Daman
Daman
social share
google news

કૌશિક જોશી.દમણઃ એશિયાની સૌથી જૂની નગરપાલિકા એવી દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ભાજપના અસ્પી દમણીયા અને ઉપપ્રમુખ તરીકે રશ્મિબેન હળપતિ બીનહરીફ વિજય થયા છે. આમ સૌ પ્રથમ વખત એશિયાની સૌથી જૂની નગરપાલિકા પર માઇક્રો માઈનોરિટી મનાતા પારસી સમાજના અગ્રણી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આથી તેમના સમગ્ર સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.

રાજકોટની હેલ્થ વર્કરની પરીક્ષા આપી હતી આ ડમી શખ્સેઃ ભાવનગર SOGએ વધુ બેને દબોચ્યા

ચૂંટણી માત્ર ઔપચારિક બની
મહત્વપૂર્ણ છે કે દમણ નગરપાલિકામાં ભાજપની બહુમતી છે. આથી અગાઉના પ્રમુખની ટર્મ પૂરી થતા નવા પ્રમુખ અને ઉપ-પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપમાંથી પ્રમુખ તરીકે અસ્પી દમણીયા અને ઉપપ્રમુખ તરીકે રશ્મિબેન હળપતિએ ઉમેદવારી નોંધાવી હતી. આથી પ્રમુખ અને ઉપપ્રમુખ માટે માત્ર એક એક જ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી માત્ર ઔપચારિક જ બની હતી અને ભાજપના પ્રમુખ તથા ઉપપ્રમુખ બિનરીફ ચૂંટાઈ આવ્યા હતા. આથી નવા પ્રમુખ અને ઉપપ્રમુખના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ હતો. દમણ નગરપાલિકાના કુલ 15 સભ્યોમાંથી 11 સભ્યો ભાજપના છે. જ્યારે 4 સભ્યો અપક્ષના ચૂંટાઈ આવ્યા હતા. આથી બહુમતીથી ભાજપનું શાસન ચાલતું હોવાથી નવા પ્રમુખ અને ઉપપ્રમુખે પ્રદેશના વિકાસ માટે બાકીના પડતર કામોને પ્રાધાન્ય આપી અને દમણનો વિકાસ તેજ ગતિથી થાય તે માટેના પ્રયાસ કરશે તેવી લોકોને ખાતરી આપી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT