યુવાનો તૈયારીમાં લાગી જજો, પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ પર ભરતી થશે, હર્ષ સંઘવીની જાહેરાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: પોલીસ ખાતામાં નોકરીનું સપનું જોતા યુવાઓ માટે મોટી ખબર સામે આવી રહી છે. પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. વિધાનસભાના બજેટ સત્રમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગેની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે પરીક્ષા ક્યારે લેવામાં આવશે તેની પણ જાણ કરી હતી.

ક્યારે લેવામાં આવશે પરીક્ષા?
ઘણા સમયથી પોલીસ ભરતીની નવી જાહેરાતની રાહ જોતા યુવાનો માટે આનંદો જેવી વાત સામે આવી રહી છે. ગૃહ રાજ્યમંત્રીએ વિધાનસભામાં બજેટ સત્રમાં પોલીસની નવી 8000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી. આ સાથે જ તેમણે પોલીસ ભરતી માટેની પ્રેક્ટિકલ પરીક્ષા ઉનાળા બાદ લેવામાં આવે તે પ્રકારનું આયોજન હોવાનું જણાવ્યું હતું.

નોંધનીય છે કે, આ પહેલા 2021-22માં જ LRD, PSI સહિતના 10 હજારથી વધુ પદો પર પોલીસ ખાતામાં યુવાનોની ભરતી કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ફરી નવા જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઈ છે. એવામાં પોલીસની સરકારી નોકરી કરવા ઈચ્છતા યુવાનોને વધુ એક તક મળશે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT