સુરતમાં AAP ને વધુ એક ફટકો, બે કોર્પોરેટરો જોડાયા ભાજપમાં
સુરત: આમ આદમી પાર્ટી (AAP) એ ગુજરાત વિધાનસભામાં જ્યારથી પગ રાખ્યો ત્યારથી તોડ જોડનું રાજકારણ ગરમાયું હતું. એક સપ્તાહ પહેલા એક સાથે 6 કોર્પોરેટરોએ ભાજપનો…
ADVERTISEMENT
સુરત: આમ આદમી પાર્ટી (AAP) એ ગુજરાત વિધાનસભામાં જ્યારથી પગ રાખ્યો ત્યારથી તોડ જોડનું રાજકારણ ગરમાયું હતું. એક સપ્તાહ પહેલા એક સાથે 6 કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે આજે ફરી 2 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. આમ આદમી પાર્ટીને એક બાદ એક ફટકા સતત લાગી રહ્યા છે.
આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનાર અને જીતનાર કનુ ગેડિયા અને રાજુ મોરડિયાએ પક્ષપલટો કરીને આપનો સાથ છોડ્યો છે. આ પહેલાં 10 કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. કુલ 12 કોર્પોરેટર આપ છોડીને ભાજપમાં જોડાયા છે. ત્યારે જોડાયેલ બંને કોર્પોરેટરોને આમ આદમી પાર્ટીએ આજે જ સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હવે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
સુરતમાં AAP પાસે હવે 15 કોર્પોરેટરો રહ્યા
સુરત મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો હતા. 4 કોર્પોરેટરો અગાઉ ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ આજે વધુ 2 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. હવે AAP પાસે 15 કોર્પોરેટરો રહ્યા છે.
ADVERTISEMENT
ઇસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા
ભાજપ કરોડો રૂપિયા લઈને આપ ને તોડવાની કોશિશ કરે છે એમને નહીં ખબર કે આમ આદમી પોતે જાગી ગયો છે ! આપ પાર્ટી સસ્પેન્ડ કરે પછી બીજી કોઈ પણ પાર્ટીમાં જોડાય એ ncp માં કે શિવસેનામાં પણ જોડાઈ શકે ! જોકે જનતાને ખબર છે અને ચૂંટણીઓમાં ભાજપને જનતા જવાબ આપશે !
ભાજપ કરોડો રૂપિયા લઈને આપ ને તોડવાની કોશિશ કરે છે એમને નહીં ખબર કે આમ આદમી પોતે જાગી ગયો છે ! આપ પાર્ટી સસ્પેન્ડ કરે પછી બીજી કોઈ પણ પાર્ટીમાં જોડાય એ ncp માં કે શિવસેનામાં પણ જોડાઈ શકે ! જોકે જનતાને ખબર છે અને ચૂંટણીઓમાં ભાજપને જનતા જવાબ આપશે ! https://t.co/kMD0bE7cpx
— Isudan Gadhvi (@isudan_gadhvi) April 21, 2023
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT
ADVERTISEMENT