ગૃહિણીઓને મોંઘવારીમાં મોટી રાહત, અમૂલ-સાબર ઘીના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.25નો ઘટાડો
Amul Ghee Price: લોકસભા ચૂંટણી પહેલા જ ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

Amul Ghee Price: લોકસભા ચૂંટણી પહેલા જ ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. સાબર ડેરી દ્વારા ઘીના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.25નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ભાવમાં કરાયેલો ઘટાડો 14મી માર્ચથી એટલે કે આવતીકાલથી લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો: Munmun Dutta And Raj Anadkat: તારક મહેતાના 'બબીતાજી'એ 'ટપ્પુ' સાથે કરી લીધી સગાઈ?
ભાવ ઘટાડા બાદ હવે કેટલામાં મળશે ઘી?
વધતી જતી મોંઘવારી વચ્ચે અમુલ ડેરીએ ગૃહિણીઓને રાહતની ખબર આપી છે. અમૂલ અને સાગર બ્રાન્ડના ઘીના ભાવમાં પ્રતિ કિલોએ 25 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ભાવ ઘટાડા બાદ હવે 15 કિલો ઘીના ડબ્બાના ભાવમાં 375 રૂપિયાનો ઘટાડો થશે. ઘીના ડબ્બાનો જૂનો ભાવ 9220 રૂપિયા હતો, જે હવે ઘટાડા બાદ 8845 રૂપિયા થઈ ગયો છે.
આ પણ વાંચો: Vadodara: પાટીલની સભામાં સરપંચ બગડ્યા, સ્કૂલ માટે રજૂઆત કરતા કાર્યકરોએ હાથ પકડીને બહાર કાઢ્યા
ADVERTISEMENT
ADVERTISEMENT