Anant-Radhika Pre-Wedding: અંબાણી પરિવારે Kirtidan Gadhvi ને આપી ખાસ રિટર્ન ગિફ્ટ, જુઓ VIDEO

ADVERTISEMENT

Kirtidan Gadhvi Dayro
કિર્તીદાન ગઢવીને અંબાણી પરિવારે આપી રિટર્ન ગિફ્ટ
social share
google news

Kirtidan Gadhvi Dayro: આજે અંબાણી પરિવારની મહેમાન ગતિ દેશ દુનિયામાં ચર્ચાય રહી છે. થોડા દિવસ પહેલા જામનગર ખાતે અનંત અને રાધિકાનું ભવ્ય પ્રિ વેડિંગ સેલિબ્રેશન યોજવામાં આવ્યું હતું, આ પ્રસંગમાં ફક્ત દેશના જ નહીં પરંતુ દુનિયાના મહેમાનો પણ જમાવડો જોવા મળ્યો હતો. આ તમામ મહેમાનોને વનતારા થીમ પર સ્પેશિયલ રિટર્ન ગિફ્ટ પણ આપવામાં આવી હતી.તો ફરી એકવાર અંબાણી પરિવારની રિટર્ન ગિફ્ટ ચર્ચામાં આવી છે. હાલમાં ચોરવાડ ખાતે યોજાયેલ લોક ડાયરામાં અલ્પાબેન પટેલ, બ્રીજદાન ગઢવી સહિત કિર્તીદાન ગઢવી ખાસ હાજર રહ્યા હતા. આમંત્રિત તમામ કલાકારોને અંબાણી પરિવારે એક સ્પેશિયલ રિર્ટન ગિફ્ટ આપવા આપી હતી. 

આ પણ વાંચો:- Kirtidan Gadhvi ના દીકરાએ ગાયું “રસિયો રૂપાળો” ગીત, માયાભાઈ પણ જોતાં જ રહી ગયા 

કિર્તીદાન ગઢવીને અંબાણી પરિવારે આપી રિટર્ન ગિફ્ટ 

પ્રખ્યાત લોકસાહિત્ય કલાકાર કિર્તીદાન ગઢવી અને બ્રિજદાન ગઢવી હાલ એક ઇન્સ્ટાગ્રામમાં વીડિયો શેર કરતાં અંબાણી પરિવાર દ્વારા આપવામાં આવેલ રિટર્ન ગિફ્ટને બતાવી હતી. આમંત્રિત તમામ કલાકારોને મુકેશ અંબાણીના માતા કોકિલાબેનના હાથે આ રિટર્ન ગિફ્ટ આપવામાં આવી હતી. કિર્તીદાન ગઢવી ગિફ્ટનું અનબોક્સિંગ કરતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં જોવા મળી રહ્યું છે કે જે વસ્તુઓ મળી છે તે ખૂબ જ કિંમતી છે.  

આ પણ વાંચો:- Devayat Khavad: શું 2025 પછી ડાયરા કરવાનું બંધ કરી દેશે દેવાયત ખવડ? વીડિયો થયો વાયરલ

કિર્તીદાને કર્યું ગિફ્ટનું અનબોક્સિંગ

અંબાણી પરિવાર દ્વારા મળેલ ગીફ્ટમાં સ્વદેશની પ્રોડક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અનંત અંબાણી માતા નિતા અંબાણીએ આ ગિફટોની શોપિંગ કરી હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. જેમાં સ્થાનિક કલાકારો અને હસ્તકળાના કારીગરો દ્વારા બનાવેલ વસ્તુઓ વેચવામાં આવે છે. કિર્તીદાન ગઢવી પણ ચાંદીની એક ખાસ ભેટ આપવામાં આવી છે, જે આપણા ભારતના જ કારીગરોએ બનાવેલ છે. તેમજ આ બેગમાં અન્ય એક પણ બોક્સ હતું. 

ADVERTISEMENT

જગતમંદિરના દર્શને પહોંચી નીતા અંબાણી

નીતાબેન અંબાણી ગઇકાલે ઠાકોરજીના ઉત્થાપન સમયે જગતમંદિરે દર્શનાર્થે પધાર્યાં હતાં. જગતમંદિરના પૂજારી દ્વારા નીતાબેનને દ્વારકાધીશની પાદૂકાનું પૂજન કરાવ્યું હતું. ત્યાર બાદ ઠાકોરજીના આશીર્વાદ મેળવ્યા હતા. ઘરનો પ્રસંગ સુખદ રીતે પૂર્ણ થતાં ભગવાનને ધન્યવાદ કરવા દ્વારકા આવ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT