અંબાલાલની આગાહી: 2થી 5 ઓગસ્ટ આ જિલ્લાઓમાં પડશે ધમધોકાર વરસાદ, જાણો જન્માષ્ટમી પર કેવું રહેશે વાતાવરણ
Ambalal Patel Rain Forecast: રાજ્યમાં અષાઢી મેઘની તોફાની બેટિંગ છેલ્લા 24 કલાક દરમિયાન ધીમી પડી છે. આમ તો મેઘરાજાએ પહેલા સૌરાષ્ટ્ર પછી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ છેલ્લે ઉત્તર ગુજરાતમાં જોરદાર મિજાજ બતાવ્યો હતો.
ADVERTISEMENT
Ambalal Patel Rain Forecast: રાજ્યમાં અષાઢી મેઘની તોફાની બેટિંગ છેલ્લા 24 કલાક દરમિયાન ધીમી પડી છે. આમ તો મેઘરાજાએ પહેલા સૌરાષ્ટ્ર પછી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ છેલ્લે ઉત્તર ગુજરાતમાં જોરદાર મિજાજ બતાવ્યો હતો. અષાઢી મેઘના કારણે અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ઘરે-દુકાન અને ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી અનેક દિવસ સુધી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. ખેડૂતોની બાગાયતી ખેતીને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, હવે વરસાદનો મૂડ બદલાયો હોય તેમ લાગે છે અને આજે હવામાન વિભાગ દ્વારા ક્યાંય રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel)ની આગાહી પણ સામે આવી છે.
ઓગસ્ટમાં પડશે મધ્યમથી ભારે વરસાદઃ અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આજથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં શરૂ થાય તેવી શક્યતાઓ છે. ઓગસ્ટના પ્રથમ ત્રણ સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ઓગસ્ટ મહિનાના પ્રથમ ત્રણ સપ્તાહમાં રાજ્યના વિવિધ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
2થી 5 ઓગસ્ટ દરમિયાન ક્યાં પડશે વરસાદ?
તેમણે જણાવ્યું કે, 2થી 5 ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પુર આવવાની શક્યતા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નદીઓમાં થશે પાણીની સારી આવક
ભારે વરસાદના કારણે નર્મદા, સાબરમતી, તાપી સહિતની નદીઓ અને જળાશયોમાં વરસાદી પાણીની આવક થશે. 23 ઓગસ્ટ બાદ એટલે કે જન્માષ્ટમી પર પર્વત આકારનો મેઘ જ્યાં ચઢે ત્યાં વરસાદ પડી શકે છે. 23 ઓગસ્ટથી 26 ઓક્ટોબર વચ્ચે રોગીષ્ટ ઋતુ રહે જેના પગલે જનધનને કાળજી રાખવી જરૂરી છે.
ADVERTISEMENT
ચોમાસું ક્યારે વિદાય લેશે?
અંબાલાલ પટેલે ચોમાસાની વિદાયને લઈને જણાવ્યું કે, આગામી ઓક્ટોબરના બીજા સપ્તાહમાં ચોમાસું વિદાય લે તેવી શક્યાતાઓ જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં સિઝનનો અવરેજ 61.13 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે. અહીં આ સિઝનમાં 84.99 ટકા વરસાદ નોધાયો છે. તો સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 75.51 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.32 ટકા, ઉત્તર ગુજરાતમાં 43.89 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 42.46 ટકા સરેસાશ વરસાદ નોંધાયો છે.
ઈનપુટઃ દુર્ગેશ મહેતા, ગાંધીનગર
ADVERTISEMENT