અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ઠેર-ઠેર ફરી અતિભારે વરસાદ, અમદાવાદથી લઈને કચ્છ સુધી આ જિલ્લાના લોકો સાચવજો
Meteorologist Ambalal Patel's forecast: : આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય તેવી સંભાવના છે. જોકે, તેમ છતાં પણ ગુજરાતમાં ભારે વરસાદની હાલ પૂરતી કોઈ શક્યતા નજરે પડતી નથી.
ADVERTISEMENT
Meteorologist Ambalal Patel's forecast: આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય તેવી સંભાવના છે. જોકે, તેમ છતાં પણ ગુજરાતમાં ભારે વરસાદની હાલ પૂરતી કોઈ શક્યતા નજરે પડતી નથી. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 5 દિવસ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો નથી. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ પછી ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો મધ્યમ અને કોઈ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
બંગાળના ઉપસાગરમાં બનશે સિસ્ટમઃ અંબાલાલ પટેલ
ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 15મી ઓગસ્ટથી વેવ મજબૂત બનશે, બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જે મજબૂત બનીને ઓરિસ્સા છત્તીસગઢ થઈને ગુજરાત આવશે. આ મહિનાના અંત અને સાતમી સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તો તારીખ 16થી 24 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. જેમાં તારીખ 16-17 રાજ્યના કેટલાક ભાગોમાં ઝાંપટા પડી શકે છે. તો 20થી 25 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
'દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે બઘડાટી'
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે . પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહે છે
ADVERTISEMENT
આ વિસ્તારોમાં પડશે વરસાદી ઝાપટા
તેમણે જણાવ્યું કે, આગામી દિવસોમાં કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ધોળકા, ધંધુકામાં વરસાદી ઝાંપટા પડી શકે છે. હમણાં ગુજરાતમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે. પરંતુ આગામી પાંચ દિવસ પછી ગુજરાતના વિવિધ ભાગોમાં હળવો મધ્યમ અને કોઈ ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.
ADVERTISEMENT
હવામાન વિભાગે શું કરી છે આગાહી?
હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો મોન્સૂન ટ્રફ બિકાનેર તરફ ખસી ગયું છે, જેના કારણે રાજસ્થાન પાસેના ગુજરાતના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. હવામાં ભેજના કારણે છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડી શકે છે. તેમ છતાં ગુજરાતમાં વરાપ જેવો માહોલ જોવા મળશે. તમામ જગ્યાએ વાતાવરણ ખુલ્લું જોવા મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT