Unseasonal Rain: અમદાવાદના વાતાવરણમાં પલટો, ભર ઉનાળે ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ
Unseasonal Rain: રાજ્યમાં કમોસમી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં એકાએક અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જેમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે
ADVERTISEMENT
Unseasonal Rain: રાજ્યમાં કમોસમી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં એકાએક અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જેમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એસજી હાઈવે, ગોતા, વંદેમાતરમ, રાણીપ સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદની સાથે ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે.
અમદાવાદના વાતાવરણમાં પલટો
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવન ફૂંકાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. સોલા,સાયન્સ સિટી સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાંધીનગરમાં પણ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. ચાંદખેડા , એસજી હાઈવે, પકવાન સહિતના વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. અમદાવાદ શહેરના બોપલ, ઘૂમા, થલતેજ વિસ્તારમાં વિસ્તારોમાં ધૂળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
મોરબીમાં પડ્યો કમોસમી વરસાદ
ગુજરાતમાં ખાબકેલા કમોસમી વરસાદની વાત કરીએ તો મોરબીમાં અસહ્ય બફારા અને ગરમી વચ્ચે કમોસમી ઝાપટું પડ્યું છે. મોરબીના સોઓરડી વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા સ્થાનિકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે. મોરબી ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સહિતના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું છે.
ADVERTISEMENT
Stock Market: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ... શું શેરબજારમાં આવતીકાલે નોંધાશે મોટો ઘટાડો? જાણો કેવું રહેશે બજાર
કચ્છના અંજારમાં રસ્તા પર ભરાયા પાણી
કચ્છના અંજારમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડતા રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં એક ઝાંપટાથી જ પાણી ભરાઈ ગયા છે. અંજારમાં ગાજવીજ સાથે વરસાદ થતાં અન્નદાતાઓ ચિંતામાં મુકાયા છે.
ADVERTISEMENT