Ahmedabad News: કોઈ તમારા વિશે શું વિચારશે? આ ગ્રુપ મદદ કરે છે લોકોની વાત કરવાની સ્કીલ ડેવલપ કરવામાં
Ahmedabad News: આ એવા મિત્રોનું ગ્રુપ છે જે આપને કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરવામાં જો સંકોચ થતો હોય, કે તમે હંમેશા એવું વિચારો છો…
ADVERTISEMENT
Ahmedabad News: આ એવા મિત્રોનું ગ્રુપ છે જે આપને કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરવામાં જો સંકોચ થતો હોય, કે તમે હંમેશા એવું વિચારો છો કે સામેવાળી વ્યક્તિ તમારા વિશે શું વિચાર કરશે. અને તે ચિંતામાં તમે તમારી મુલાકાતને ખાસ બનાવી શક્તા નથી તો તેવા સંજોગોમાં સુરતનું એક ગ્રુપ છે જેને તેમણે જસ્ટ બાત નામ આપ્યું છે. જેમાં તેમણે ખાસ કન્સેપ્ટ્સ ઉમેર્યા છે અને અસંખ્ય વિભાવનાઓ લોકોને આપે છે. સાથે જ મનને વ્યાયામ કરવામાં મદદ કરે છે. અજાણ્યા લોકો સાથે વાત કરવાની અને તે વાતચિત દરમિયાન તમારા મનમાં રહેલી ધારણાઓને બદલવાની પણ સ્કિલ શીખવે છે.
Narendra Modi Live: નવા સંસદભવન અંગે જુના સંસદભવનથી સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું…
વાતચિત પહેલા આંખે પાટા બાંધે છે
આ ગ્રુપ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થયેલા રજીસ્ટ્રેશન પછી 20તી 25 વ્યક્તિઓના જુથને એકત્ર કરે છે અને પછી તે વ્યક્તિઓની આંખે પાટા બાંધીને બે કલાક માટે એક બીજા સાથે વાતચિત કરવા એકલા મુકી દે છે. તે દરમિયાન તેઓ એક બીજાની વાતને સામે વાળી વ્યક્તિ સામે મુકે છે. પોતાના વિચારો વ્યક્ત કરે છે. પોતાની વાત મુકવામાં પણ તેમને પ્રોત્સાહન અપાય છે. જે પછી બધાને આંખના પાટા કાઢીને રમત રમાડવામાં આવે છે. જેમાં વાર્તા કહેવા, રમતો, કિસ્સો, સતરાગી વગેરે શામેલ કર્યા છે. રૂ. 399માં રજીસ્ટ્રેશન કારવી તેઓ આ પ્રકારે એક સ્કીલ ડેવલપ કરવામાં મદદ કરે છે. અમદાવાદ સુરત જેવા શહેરોમાં તેઓ આ પ્રકારના પ્રોગ્રામ્સ ચલાવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT