Uttarayan 2024: ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ ચગાવતી વખતે શું ધ્યાન રાખવું?, મેડિકલ એસોસિએશનની માર્ગદર્શિકા જાહેર
Makar Sankranti 2024: આવતીકાલે ઉત્તરાયણ છે. આખા વર્ષથી લોકો આ દિવસની રાહ જોતા હોય છે કે ક્યારે પતંગ ચગાવવા મળે? ત્યારે આ પતંગોત્સવ દરમિયાન મજાની…
ADVERTISEMENT
Makar Sankranti 2024: આવતીકાલે ઉત્તરાયણ છે. આખા વર્ષથી લોકો આ દિવસની રાહ જોતા હોય છે કે ક્યારે પતંગ ચગાવવા મળે? ત્યારે આ પતંગોત્સવ દરમિયાન મજાની સાથે સજા ન મળે તે માટે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. પતંગ ચગાવતી વખતે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તે અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે.
મેડિકલ એસોસિએશનની માર્ગદર્શિકા જાહેર
મકરસંક્રાંતિના તહેવારને લઈને અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જેમાં પતંગ ચગાવતી વખતે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, ઉત્તરાયણ પર બાળકોનું ધ્યાન કેવી રીતે રાખવું, તડકાથી બચવા શું કરવું વગેરે વિશે જણાવવામાં આવ્યું છે.
પતંગ ચગાવતી વખતે આટલું ધ્યાન રાખો
મેડિકલ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, પતંગ ચગાવતી વખતે ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં. પતંગ ચગાવતી વખતે કુદરતી રેસામાંથી બનેલી પતંગની દોરીનો ઉપયોગ કરો.
બાળકોનું ખાસ ધ્યાન રાખો
ઉત્તરાયણ પર બાળકોની સલામતીનું ખાસ ધ્યાન રાખો. જ્યારે બાળકો પતંગ ઉડાડે ત્યારે તેમની સાથે જ રહો. પતંગ પરડવા માટે રસ્તા પર દોડશો નહીં. 2 વ્હીલર ચલાવતી વખતે ગળા પર મફલર પહેરો અને 2 વ્હીલર પર સળિયા લગાવો. જેથી ઈજા ન ન થાય. ધાબા પર પતંગ ઉડાવતી વખતે લાંબી બાયના કપડા પહેરો અને તડકાથી બચવા સનસ્ક્રીન ક્રીમનો ઉપયોગ કરો. સાથે આ દિવસે પાણી વધારે પીવો.
તુક્કલ ઉડાડવાનું ટાળો
મેડિકલ એસોસિએશને જણાવ્યું છે કે, દોરીથી ઈજા થાય તો તાત્કાલિક 108 પર ફોન કરો અને તુક્કલ ઉડાડવાનું ટાળો, કારણ કે તેનાથી આગ લાગી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT