અમદાવાદના હર્ષ સંઘવીનું હાર્ટ એટેકથી મોત, યાત્રા કરીને ઘરે પાછા આવતા બસમાં જ એટેક આવ્યો
Ahmedabad News: રાજ્યમાં હાર્ટ એટેકના બનાવોમાં રોજે રોજ યુવાઓના મોતની ખબર સામે આવી રહી છે. ગઈકાલે જ જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવકના મોતની ખબર આવી…
ADVERTISEMENT
Ahmedabad News: રાજ્યમાં હાર્ટ એટેકના બનાવોમાં રોજે રોજ યુવાઓના મોતની ખબર સામે આવી રહી છે. ગઈકાલે જ જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવકના મોતની ખબર આવી હતી. ત્યારે હવે અમદાવાદમાં એક યુવાનનું નાની ઉંમરે મોત થયું છે. ખાનપુરમાં હર્ષ સંઘવી નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું.
યાત્રાએથી પરત ફરતા બસમાં એટેક આવ્યો
અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા હર્ષ સંઘવી નામના 29 વર્ષના યુવકનું અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું છે. હર્ષ સંઘવી નામનો આ યુવક બે દિવસ માટે રાજસ્થાનના ભાંડવાજી ખાતે યાત્રાએ ગયો હતો. જ્યાંથી પરત ફરતા સમયે મંગળવારે રાત્રે બસમાં જ હાર્ટ એટેક આવી ગયો અને મોત નિપજ્યું. યુવક પરિણીત હતો અને તેને બે વર્ષની દીકરી પણ છે.
2 વર્ષની બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી
ખાનપુરનો આ યુવક સોડીઓનો વેચારી હતો અને ઘરેથી જ કામ કરતો હતો. જ્યારે તેના પિતા યુવકના મૃત્યુ બાદ પરિવારે વહેલી સવારે 3 વાગ્યે અમદાવાદ પહોંચ્યો હતો. અચાનક યુવકના મોતથી પરિવાર ઘેરા શોકમાં સરી પડ્યો છે. તો 2 વર્ષની બાળકીએ પણ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT