Ahmedabad Hatkeshwar Bridge: અમદાવાદ હાટકેશ્વર બ્રિજ અંગે બોલ્યા AMC કમિશનર એમ. થેન્નારસન…
Ahmedabad Hatkeshwar Bridge: અમદાવાદમાં રોડ રસ્તા અને બ્રિજમાં કૌભાંડીઓને એવી ફાવટ આવતી ગઈ છે કે ના પુછો વાત, હાલમાં આ કૌભાંડનું જીવતુ સ્વરુપ અમદાવાદના હાટકેશ્વરમાં…
ADVERTISEMENT
Ahmedabad Hatkeshwar Bridge: અમદાવાદમાં રોડ રસ્તા અને બ્રિજમાં કૌભાંડીઓને એવી ફાવટ આવતી ગઈ છે કે ના પુછો વાત, હાલમાં આ કૌભાંડનું જીવતુ સ્વરુપ અમદાવાદના હાટકેશ્વરમાં જોવા મળે છે. હાટકેશ્વર બ્રિજ તરીકે ઓળખાતા આ બ્રિજને કૌભાંડનો નમૂનો પણ કહેવાય તો પણ નવાઈ નહીં. જોકે હવે આ કૌભાંડનું સ્મારક બની ગયેલા બ્રિજને તોડી પાડવામાં આવશે અને અહીં નવો બ્રિજ બનાવવાની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મતલબ કે હવે એકડો ફરી ઘુંટવાનો છે.
હાટકેશ્વર બ્રિજ અંગે શું બોલ્યા કમિશનર M Thennarasan?
આ અંગેની જાહેરાત કરતા આજે અમદાવા મ્યુનિસિપલ કમિશનર એમ થન્નારાસ (M Thennarasan) ને સામાન્ય સભામાં મહત્વની જાણકારી આપી હતી. તેમણે કૌભાાંડના વિવાદ વચ્ચે બંધ કરી દેવાયેલા હાટકેશ્વર બ્રિજ અંગે કહ્યું કે આ બ્રિજ તોડી પાડવામાં આવશે અને અહીં નવો બ્રિજ બનાવવામાં આવશે. નવો બ્રિજ બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બ્રિજમાં ગેરરીતિ કરનારા કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાશે જે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટુંક જ સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
Ahmedabad News: અમદાવાદમાં બિલ્ડરને ચાનો પ્યાલો 15.63 લાખમાં પડ્યો
લોકો માટે રીતસરનો ભય
ઉલ્લેખનીય છે કે અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ગુણવત્તાની ચકાસણીમાંથી પણ સફળતાથી પસાર થયો છે. અવારનવાર બંધ કરવાના નિર્ણયો લેવાયા અને અંતિ હંમેશ માટે આ કૌભાંડી સ્મારકને બંધ કરી દેવાનું થયું હતું. હવે તેની ગુણવત્તા મામલામાં તપાસ કરતા તેની ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યું હતું. કૌભાંડના સમારકને કારણે લોકોના જીવ જોખમાં મુકી દેવાયા હતા. હજુ પણ આ બ્રિજ જ્યાં સુધી અહીં ઊભો છે ત્યાં સુધી અહીં બ્રિજની નીચેથી પસાર થતા કે આસપાસના ધંધાદારીઓતો રીતસર ભય અનુભવે જ છે. હવે આ બ્રિજને પાડી દેવાનું નક્કી થઈ ગયું છે. કેવી રીતે આ અંગે કાર્યવાહી થશે તેની પણ ચર્ચાઓ નિશ્ચિત છે. હવે જોવું રહ્યું કે નવી ટેન્ડર પ્રક્રિયા પછી આ બ્રિજ કેટલો મજબૂત બનાવી શકાય છે. અને જૂના બ્રિજના કાટમાળમાંથી કેટલી આવક થઈ શકે છે?
ADVERTISEMENT
ADVERTISEMENT