Junagadh માં સ્થળ ત્યાં જળની સ્થિતિ, 8 ઈંચ વરસાદમાં માણાવદર પાણી-પાણી, 4 ડેમ ઓવરફ્લો
Junagadh Rain News: હવામાન વિભાગની આગાહીને પગલે રવિવારે રાજ્યભરના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જેમાં માણાવદર તાલુકામાં સૌથી વધુ 8 ઈંચ જેટલો વરસાદ એક જ રાતમાં ખાબક્યો હતો.
ADVERTISEMENT
Junagadh Rain News: હવામાન વિભાગની આગાહીને પગલે રવિવારે રાજ્યભરના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જેમાં માણાવદર તાલુકામાં સૌથી વધુ 8 ઈંચ જેટલો વરસાદ એક જ રાતમાં ખાબક્યો હતો. તો ભેંસાણમાં 4 ઈંચ, વંથલીમાં 6 ઈંચ, મેંદરડામાં 5 ઈંચ, વિસાવદરમાં 4 ઈંચ અને જૂનાગઢમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો.
માણાવદરમાં ભારે વરસાદથી પાણી ભરાયા
જૂનાગઢમાં ભારે વરસાદને પગલે દામોદર કુંડ છલકાયો હતો સાથે અંડરબ્રિજમાં પાણી ભરાતા જન જીવનને અસર થઈ હતી. માણાવદરમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાં છે. રસ્તાઓ પર પાણી ભરાતાં સોમવાર હોવા છતાં લોકોએ ઘરમાં રહેવું પડે તેવી સ્થિતિ છે. ગોકુલનગર, ગિરિરાજ સોસાયટીમાં પાણી ભરાયાં છે. ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ તંત્ર એલર્ટ છે.
ચાર ડેમ ઓવરફ્લો થયા
ભારે વરસાદ બાદ જૂનાગઢ જિલ્લામાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું કે, જિલ્લાના ચાર જળાશયો વંથલીમાં ઓઝત વિયર, આણંદપુરમાં ઓઝત વિયર, બાંટવામાં ખારો અને કેરાળામાં ઉબેણ વીયર ઓવરફ્લો થયા છે. જિલ્લામાં વરસાદ ધીમો પડી જતા સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. ગિરનાર પર સૌપ્રથમ વરસાદ માપવાની કામગીરી કરવામાં આવી. અચાનક ગિરનાર પર વરસાદ પડવાથી જૂનાગઢમાં ભયંકર સ્થિતિ સર્જાય છે. ગિરનાર પરથી સતત વરસાદના આંકડા મેળવી જુનાગઢ સીટીની ટીમને એલર્ટ આપવામાં આવશે.
ADVERTISEMENT
5 ગામોને એલર્ટ કરાયા
જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે વંથલીનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થતા 10,149 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થતા વંથલી તાલુકાના વંથલી, આખા, ટીનમસ સહિતના પાંચ ગામોને કરાયા સાવચેત કરાયા છે. નદીના પટમાં અવરજવર કરવા પર પ્રતિબંધ મુકાયો છે. જૂનાગઢનું રવની ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ડેમ છલકાતાં પાણી આસપાસના ગામોમાં ફરી વળ્યા હતા. ઘરો અને દુકાનોમાં કમર સુધીના પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT