ગુજરાતીઓ માટે આનંદો: અદાણીએ CNG અને PNG ગેસની કિંમતમાં 8 રૂપિયા સુધી ઘટાડો કર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નેચરલ ગેસની કિંમત નક્કી કરવા માટે નવા ફોર્મ્યુલા હેઠળ 2014ની માર્ગદર્શિકામાં સુધારાને મંજૂરી આપવામાં આવી હતી. તે બાદ હવે અદાણી ટોટલ ગેસ દ્વારા PNG અને CNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ, CNGમાં 8.13 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને PNGની કિંમતમાં 5.06 રૂપિયા પ્રતિકિલો ગ્રામનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડેલા ભાવ 8 એપ્રિલે રાત્રે 12 વાગ્યાથી લાગુ થશે.

નવા ફોર્મ્યુલા હેઠળ હવે સ્થાનિક કુદરતી ગેસની કિંમત ભારતીય ક્રૂડ બાસ્કેટની વૈશ્વિક કિંમતની માસિક સરેરાશના 10% હશે. દર મહિને તેની જાણ કરવામાં આવશે, જ્યારે અત્યાર સુધી વર્ષમાં બે વાર તેની સમીક્ષા કરવામાં આવતી હતી. નવી ફોર્મ્યુલા નક્કી કરવા માટે સરકારે ઓક્ટોબર 2022માં કિરીટ પરીખની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. આ નિર્ણયથી ગ્રાહકને ગેસના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા ભારે વધારાને કારણે થતા નુકસાનમાંથી મુક્તિ મળશે.

નવા ગેસના ભાવને 20 ટકા પ્રીમિયમ પર રાખવાથી ONGC અને ઓઈલ ઈન્ડિયાને નવા રોકાણ માટે પ્રોત્સાહન મળશે. ઘરેલું ગેસના ભાવો નક્કી કરવાની પ્રક્રિયામાં ફેરફાર શનિવારથી કરવામાં આવશે. આ નિર્ણયના અમલીકરણ સાથે, દેશમાં PNGના ભાવમાં 10% અને CNGના ભાવમાં 6% થી 9% સુધીનો ઘટાડો થશે.

ADVERTISEMENT

સમિતિની ભલામણ પર કરવામાં આવ્યો આ ફેરફાર 
પીએનજી અને CNGના ભાવને નિયંત્રિત કરવા માટે સરકારે ઓક્ટોબર 2022માં કિરીટ પરીખની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. આ સમિતિની ભલામણોના આધારે નવી ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે. સમિતિએ ગેસના ભાવ નિર્ધારણ માર્ગદર્શિકામાં સુધારો કરવાની ભલામણ કરી હતી. સ્થાનિક ગેસની કિંમત હવે આંતરરાષ્ટ્રીય હબમાં ગેસની કિંમતને બદલે આયાતી ક્રૂડની કિંમત સાથે જોડવામાં આવશે. સ્થાનિક ગેસની કિંમત ભારતીય ક્રૂ બાસ્કેટની આંતરરાષ્ટ્રીય કિંમતના 10 ટકા હશે. નવા ફોર્મ્યુલા દ્વારા નિર્ધારિત ગેસના ભાવ માટે ફ્લોર અને સીલિંગ પણ હશે. સૂચિત માળખું $4 હશે.

    follow whatsapp

    ADVERTISEMENT