Gujarat News: કલોલ બાદ હવે બગસરા નગરપાલિકાના મતદાન પહેલા કોંગ્રેસના 3 સભ્યોને પોલીસ ઉઠાવી ગઈ
Gujarat Politics: બગસરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાઈ રહી છે. આ પહેલા જ રાજકારણ ગરમાયું છે અને ફરી એકવાર ભાજપના ઈશારે કોંગ્રેસના સભ્યોને…
ADVERTISEMENT
Gujarat Politics: બગસરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાઈ રહી છે. આ પહેલા જ રાજકારણ ગરમાયું છે અને ફરી એકવાર ભાજપના ઈશારે કોંગ્રેસના સભ્યોને પોલીસ ઉઠાવી ગઈ હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. આમ તો અહીં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે. જોકે ભાજપના પાંચ સદસ્યો બે દિવસથી ભૂગર્ભમાં હોવાથી બહુમતી ભાજપ ગુમાવી શકે છે. એવામાં કોંગ્રેસના સભ્યોને પોલીસ ઉઠાવી જવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સાંસદ શક્તિસિંહ ગોહિલે કર્યા આક્ષેપ
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કર્યું છે કે, બગસરા નગરપાલિકામાં બીજેપીએ બહુમતી ગુમાવી દીધી છે. બહુમતી સભ્યો સાથે હતા. આજે અગિયાર વાગ્યે મતદાન છે. ગઈ રાત્રે સભ્યો સાથે હતા ત્યાંથી ત્રણ સભ્યોને ગેરકાયદેસર રીતે પોલીસ ઉઠાવી ગઈ છે. લોકતંત્રની આ હત્યા કરનાર અહંકારી વલણને ગુજરાતની જનતા માફ નહીં કરે. સર્વોત્તમ ન્યાયાલય સુધી સમગ્ર મામલો જશે.
બગસરા નગરપાલિકામાં બીજેપીએ બહુમતી ગુમાવી દીધી છે . બહુમતી સભ્યો સાથે હતા . આજે અગિયાર વાગ્યે મતદાન છે . ગઈ રાત્રે સભ્યો સાથે હતા ત્યાંથી ત્રણ સભ્યોને ગેરકાયદેસર રીતે પોલીસ ઉઠાવી ગઈ છે . લોકતંત્રની આ હત્યા કરનાર અહંકારી વલણને ગુજરાતની જનતા માફ નહીં કરે . સર્વોત્તમ ન્યાયાલય સુધી…
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) September 14, 2023
ADVERTISEMENT
ખાસ છે કે, આ પહેલા ગઈકાલે કલોલમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ આ રીતે કોંગ્રેસના સભ્યોને મતદાન કરવા જતા સમયે જ પોલીસ ઉઠાવી ગઈ હતી. જેના વીડિયો સામે આવ્યા હતા અને કોંગ્રેસના નેતાઓએ આ મામલે ટ્વીટ કરીને રોષ ઠાલવ્યો હતો. સાથે જ વિધાનસભામાં ગૃહની કામગીરીથી પણ અળગા રહીને વિરોધ રહ્યો છે.
ADVERTISEMENT